Aapnu Gujarat
મનોરંજન

મોડેલિંગ હવે બહુ સિરિયસ વ્યવસાય બની ગયો છે : બિપાશા

બોલીવૂડ અભિનેત્રી બિપાશા બસુનું કહેવું છે કે પહેલાનાં વર્ષોની સરખામણીમાં હવે મોડેલિંગ બહુ સિરિયસ અને ચેલેન્જિંગ વ્યવસાય બની ગયો છે. બિપાશાએ બોલીવૂડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી કરતાં પહેલાં મોડેલ તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.બિપાશાનું કહેવું છે કે મોડેલિંગનું ક્ષેત્ર પર્સનાલિટી પર નિર્ભર હોય છે એટલે તે સતત ચેલેન્જિંગ રહે છે. જે લોકો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એમણે પોતાના આરોગ્યની ખૂબ જ સંભાળ રાખવી પડે. એમણે યોગ્ય આહાર લેવો જોઈએ અને સતત ફિટ રહેવું પડે. નવી દિલ્હીમાં જન્મેલી અને કરણ સિંહ ગ્રોવરને પરણેલી બિપાશાએ ૧૯૯૬માં ગોદરેજ સિન્થોલ સુપરમોડેલ કોન્ટેસ્ટ જીતી હતી. ત્યારબાદ ફેશન મોડેલની કારકિર્દીમાં પણ સફળતા મેળવ્યા બાદ એને બોલીવૂડમાંથી ઓફર આવવી શરૂ થઈ હતી. એની પહેલી હિન્દી ફિલ્મ હતી ‘અજનબી’ (૨૦૦૧), જેમાં એણે નકારાત્મક ભૂમિકા કરી હતી. ત્યારબાદ એ રાઝ, જિસ્મ, કોર્પોરેટ, નો એન્ટ્રી, ફિર હેરા ફેરી, ધૂમ ૨, રેસ, બચના ઐ હસીનો, આત્મા, અલોન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Related posts

નીતુ સિંહે રિદ્ધિમા-રણબીર સાથે 62મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

editor

એક્ટર રાજા ચૌધરી પોતાની દીકરી પલકને ૧૩ વર્ષ પછી મળ્યો

editor

ગુજરાતી ફિલ્મના અભિનેતા અને તેની પત્નિ કોરોના પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1