Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુવાનોમાં વધતી કટ્ટરતા સૌથી પડકારરૂપ સમસ્યા : રાજનાથસિંહ

આતંકવાદ વિરોધી સંમેલનમાં વૈશ્વિક આતંકવાદ વિશે સંબોધન કરતા રાજનાથસિંહે પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ.ગૃહમંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ છે કે લોકો અને ખાસ કરીને યુવાનોમાં વધતી કટ્ટરતા આ સમયે દુનિયાની સામે સૌથી મોટો પડકાર છે. ચોથા આતંકવાદ વિરોધી સંમેલનમાં વૈશ્વિક આતંકવાદના બદલાતા આયામને સંબોધતા રાજનાથે પાકિસ્તાન માટે કહ્યું કે કેટલાક દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરે છે અને સુરક્ષિત આશરો પૂરો પાડે છે. જેણે સમગ્ર દુનિયામાં આતંકવાદની વૃદ્ધિમાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી છે.વિભિન્ન દેશોએ આ સમસ્યા પર ધ્યાન દોરીને વધતી કટ્ટરતા પર રોક લગાવી તેને નિયંત્રિત કરવા માટે પગલા ઉઠાવ્યા છે. આતંકવાદી સંગઠન પાકિસ્તાનની ખાનગી એજન્સીના પ્રોપેગેન્ડાએ ભારતમાં જિહાદ્દી ચર્ચાને મોટા પાયે પ્રભાવિત કરી છે. હું ખુશ છુ કે ભારતીય સમાજને ઈસ્લામિક સ્ટેટની ઉત્પત્તિ સાથે કોઈ ફરક પડતો નથી. મને પૂર્ણ વિશ્વાસ છે કે આગળ પણ અમારા દેશ પર કોઈ પ્રભાવ નાખી શકાશે નહીં.

Related posts

કોરોનાના કહેરને જોતા રાહુલ ગાંધીએ પ્રચાર -રેલીઓ બંધ કરી

editor

યુપીમાં ગેરકાયદેસર રહેતા ૭૪ રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

aapnugujarat

वायुसेना के 20 घंटे से लापता विमान का नहीं चला पता, सर्च ऑपरेशन जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1