Aapnu Gujarat
બિઝનેસ

બમ્પર ઉત્પાદનની લીધે ખાંડ કિંમતમાં જંગી ઘટાડો નોંધાયો

બમ્પર ઉત્પાદનની લીધે ખાંડ કિંમતમાં જંગી ઘટાડો નોંધાયોઆ સિઝનમાં દેશભરમાં શેરડીના બમ્પર ઉત્પાદનના પરિણામ સ્વરુપે ખાંડની કિંમતોમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ રહ્યો છે. ખાંડની કિંમતમાં ગયા વર્ષની સરખામણીમાં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ ૯૦૦ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે અથવા તો આશરે ૨૩ ટકાનો ઘટાડો બમ્પર પાક વચ્ચે થયો છે. ખાંડની કિંમતમાં ઘટાડો થવાથી ખેડૂત સમુદાયમાં ચોક્કસપણે નિરાશા છે. સરકારના અંદાજ મુજબ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન ગયા વર્ષે ૭ લાખ ટનની સામે આ વર્ષે ૧૦ લાખ ટન સુધી રહેવાની સંભાવના છે. આ ખાંડ ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં ગયા વર્ષે આ સિઝનમાં ૩૯૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સામે હાલમાં ૩૦૦૦-૩૫૦૦ના ભાવે વેચાઈ રહી છે. એટલે કે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશભરમાં આ વખતે ૪૩ ટકા વધારે શેરડીનું ઉત્પાદન થયું છે.
કિંમતોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. કારણ કે, આગામી દિવસોમાં માંગની સામે ખાંડની સપ્લાયમાં વધુ વધારો થઇ શકે છે. બારડોલી સુગર કો-ઓપરેટીવના ચેરમેન પંકજ પટેલે એક અગ્રણી અંગ્રેજી અખબારને કહ્યું છે કે, આ વર્ષે શેરડીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ખુબ વધારે રહ્યું છે. આ વર્ષે અમારી એકલાની પાસે૫૬૦૦૦ એકરમાં શેરડી પાક છે. ગયા વર્ષે ખેડૂતને પ્રતિ ૧૦૦ કિલો ૩૯૫૪ રૂપિયાના રેટ મળ્યા હતા. જો કે, આ વર્ષે બમ્પર પાકના લીધે ૭૦૦ રૂપિયા ઓછા મળી શકે છે. સુરત જિલ્લાના સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, પડોશી મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી શેરડીનો જંગી જથ્થો આવી રહ્યો છે જ્યાં ૩૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે. ગયા વર્ષે સરકારે ખાંડ ઉપર ૧૦૦ ટકા આયાત ડ્યુટી લાગૂ કરી હતી.

Related posts

मुंबई में अडाणी की कंपनी ने लिया बिजली आपूर्ति का जिम्मा

aapnugujarat

પીએનબી ફ્રોડ : ચંદા કોચર, શીખા શર્મા સામે નોટિસ જારી

aapnugujarat

શેરબજાર કર્ણાટકના પરિણામ પહેલા ફ્લેટ : વેપારી સાવચેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1