Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

મોદી સરકારના ત્રણ વર્ષને લઈ ૧૫ દિવસ સુધી ઉજવણી કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઇ રહી છે. ભાજપ દ્વારા ૧૫ દિવસ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ત્રીજી વર્ષગાંઠને ધ્યાનમાં લઇને ઉજવણીની શરૂઆત થયા બાદ ઉજવણી ૧૫મી જુન સુધી ચાલશે. ૨૬મી મેના દિવસથી ઉજવણીની શરૂઆત થનાર છે. ગુવાહાટીમાં ૨૬મી મેના દિવસે રાષ્ટ્રના નામ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આની સાથે જ ઉજવણીની શરૂઆત થઇ જશે.વડાપ્રધાન ત્યારબાદ ત્યારબાદ ભારતના ચાર મોટા શહેરની મુલાકાત લેનાર છે. મોદી જે શહેરોમાં પહોંચનાર છે તેમાં બેંગલોર, દિલ્હી, જયપુર, કોટા અને પુણેનો સમાવેશ થાય છે. ભારતભરમાં ૯૦૦ શહેરોમાં ઉજવણી કરવામાં આવનાર છે. દરેક પ્રધાન ચાર શહેરોની મુલાકાત લેનાર છે. સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમ ૫૦૦ શહેરોમાં યોજવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય લોકોને બે કરોડ પત્ર લખનાર છે. ૧૫ દિવસના ગાળામાં જ ૧૦ કરોડ એસએમએસ પણ કરવામાં આવનાર છે. આની સાથે સાથે ૨૬મી મેના દિવસે ૪૦૦ અખબારોના પ્રથમ પાના પર કેન્દ્રની સિદ્ધીઓને રજૂ કરતી જાહેરખબર પ્રકાશિત કરવામાં આવનાર છે. સાથે સાથે ટેલિવિઝન અને રેડિયો પર ૩૦થી ૬૦ સેકન્ડની જાહેરાત પણ આપવામાં આવનાર છે. રાજ્યોમાં ભાજપ દ્વારા ૩૦૦થી વધારે મલ્ટિ મિડિયા પ્રદર્શનનુ પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. દરેક મંત્રાલય દ્વારા તેની સિદ્ધી સાથે બુકલેટ તૈયાર કરીને રજૂ કરવામાં આવશે. પહેલા અને હવેના નામ સાથે આ સિદ્ધીઓ રજૂ કરવામાં આવનાર છે. સરકાર ખેડુતો, મજુરો, મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં લઇને તમામ બાબતો રજૂ કરનાર છે. અ૬ે નોંધનીય છે કે મોદીએ ૨૬મી મે ૨૦૧૪ના દિવસે દેશના ૧૫મા વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી અને પ્રચંડ બહુમતી મેળવી હતી. ભાજપે એકલાહાથે ૨૭૨નો બહુમતીનો આંકડો મેળવી લીધો હતો અને પાર્ટીએ ૨૮૨ સીટ જીતી હતી. સાથી પક્ષો સાથે મળીને ભાજપે ૩૩૬ બેઠકો પર સપાટો બોલાવ્યો હતો. સફળતાપૂર્વક સત્તાના ત્રણ વર્ષ મોદી સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ન્યુ ઈન્ડિયાના નામ હેઠળ એક નવા અભિયાનની શરૂઆત ૨૫મી મેથી કરવામાં આવનાર છે. ઉજવણીની શરૂઆત નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થશે. મોદી પોતે પણ ચાર અન્ય શહેરોમાં જશે. એમ પણ માનવામાં આવે છે કે દેશ બદલ રહા હે માં હવે ભારત ઉભર રહા હે લાઈન મુકવામાં આવશે.

Related posts

એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની ધરપકડ માટે ઇન્કાર કર્યો

aapnugujarat

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પાંચમી વન-ડે

aapnugujarat

મિશન ૨૦૧૯ : મોદી મોટા નિર્ણય લેવાના મુડમાં

aapnugujarat

Leave a Comment

URL