રાજસ્થાનના ભરતપુરમાં લગ્ન હોલની દિવાલ ધરાશાયી થવાના મામલામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જેના ભાગરૂપે પોલીસે લગ્ન હોલના માલિકની ઓળખ કરી લીધી છે. આ બંનેની ઓળખ સરણલાલ શર્મા અને વિનોદકુમાર તરીકે થઈ છે. બીજી બાજુ મેરેજ હોલના માલિક સામે પણ કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ભરતપુરમાં ટુંક સમયમાં જ તમામ લગ્ન હોલ અને ગાર્ડનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં સુરક્ષાની સમીક્ષા થશે. પોલીસ અધિકારીના કહેવા મુજબ આ દિવાલ ૧૨થી ૧૩ ફૂટની ઉંચાઈમાં હતી અને ૯૦ ફૂટ લાંબી હતી. એક વર્ષ અગાઉ જ લગ્ન હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમાં ખરાબ સામગ્રીનો ઉપયોગ કરાયો હોવાના અહેવાલ મળ્યા છે. અગાઉ રાજસ્થાનના ભરતપુરમાં લગ્ન પ્રસંગ વેળા સર્જાયેલી દુર્ઘટનાના કારણે ખુશીનો માહોલ દુખમાં ફેરવાઇ ગયો છે. મેરેજ હોલની દિવાળ ધરાશાયી થતા ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થઇ ગયા છે અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ચામુન્ડા માતા મંદિર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે જોરદાર આંધી બાદ દિવાળ ધરાશાયી થઇ ગઇ હતી. મૃત્યુ પામેલા લોકોમાં ચાર બાળકો અને આઠ મહિલાનો સમાવેશ થાય છે. ભરતપુરના સેવર રોડના અન્નાપૂર્ણા જાનૈયા ઘરમાં લગ્ન પ્રસંગે આ બનાવ બન્યો હતો. સાંજથી ત્યાં જોરદાર આંધી ચાલી રહી હતી. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. આંધીની કારણે દિવાળ ધરાશાયી થઇ ગઇ હતી. બનવા વેળા લગ્ન પ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા હતા. પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે મૃતકો અને ઘાયલ થયેલા લોકોમાં જયપુર ખાતેથી આવેલા જાનૈયા સામેલ છે. પોલીસે વિગત આપતા કહ્યુ છે કે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઘાયલ થયેલા તમામ લોકોન તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલા પૈકી કેટલાક ગંભીર છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્દરા રાજેએ આ બનાવ અંગે દુખ વ્યક્ત કર્યુ છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે મેરેજ હોલની દિવાળની પાસે ભોજન માટેના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જાનૈયા જયપુરથી આવ્યા હતા. દિવાળ પડવાથી મેરેજ હોલમાં ભાગદોડ મચી ગઇ હતી. બુમાબુમ મચી ગયા બાદ ઘાયલ થયેલા લોકોને બચાવવા નજીકના લોકો પહોંચ્યા હતા અને કાટમાળ હેઠળથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવના સમય સ્થળ પર ૮૦૦ લોકો હાજર હતા. ભોજન કરી રહ્યા હતા ત્યારે દિવાલ તૂટી પડી હતી.