Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાનપુરમાં હાઈપ્રોફાઈલ સટ્ટા રેકેટનો પર્દાફાશ : ચાર શખ્સોની ધરપકડ

ઈન્ડિયન પ્રિમિયલર લીગ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે ત્યારે કાનપુરમાં એક મોટા બેટીંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટીમની હોટલમાંથી ત્રણ બુકીની ધરપકડ કરવામાં આવી છે. આઈપીએલની રોમાંચક મેચોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આઈપીએલમાંથી સટ્ટા બેટીંગના વાદળો હજુ પણ દુર થયા નથી. આઈપીએલ ઉપર સટ્ટાના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. ગુજરાત લાયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની કાનપુર ખાતેની મેચ રમાયાના એક દિવસ બાદ પોલીસે ત્રણ બુકીઓની ધરપકડ કરી લીધી છે. આ બુકી લેન્ડમાર્ક હોટલમાંથી ઓપરેટ થઈ રહ્યા હતા. બંને ટીમો જે હોટલમાં રોકાઈ હતી. તે લેન્ડમાર્ક હોટલમાં જ આ ત્રણ બુકીઓ પણ રોકાયેલા હતા. સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે આશ્ચર્યજનક રીતે બાતમી બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે મુંબઈના માસ્ટર માઈન્ડ રમેશ શાહને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સાથે સાથે ત્રણ અન્ય બુકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ શાહનું નેટવર્ક ભારતમાં તમામ મોટા સ્ટેડિયમ સુધી ફેલાયેલું છે. જ્યાંથી તેમને પીચના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. શાહની સાથે અન્ય બે લોકોને પકડી પાડવામાં આવ્યા છે જે પૈકી એકની ઓળખ વિકાસ ચૌહાણ તરીકે થઈ છે જે પુખરાયનનો નિવાસી છે. જ્યારે અન્યની ઓળખ રમેશ તરીકે થઈ છે જે ચુનીગંજનો નિવાસી છે. રમેશ સ્ટેડિયમની અંદર લેબર તરીકે કામ કરી રહ્યો હતો. અહેવાલ મુજબ તે પીચના સંદર્ભમાં શાહને અતિ મહત્વની માહિતી આપી રહ્યો હતો. આ પ્રકારના બનાવ પ્રથમ વખત બન્યો નથી. કાનપુરમાં અગાઉ પણ બનાવ બનતા રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ પહેલા ૨૦૧૩માં બેટીંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તે વખતે આઠ લોકોની ધરપકડ કરાઈ હતી. આઈપીએલની મેચો પર સટ્ટા લગાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બે લેપટોપ સાથે આઠ લાખ રૂપિયાની રોકડ રકમ, ૧૮ મોબાઈલ અને એક કાર જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં જ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ શ્રેણી દરમિયાન ચાર બુકીઓની ઈન્દોરમાંથી ધરપકડ કરાઈ હતી. કાનપુર ખાતે રમાયેલી મેચ પર તેઓ સટ્ટો લઈ રહ્યા હતા. તેમન પાસેથી ૨૨ મોબાઈલ ફોન અને બે લાખ રોકડ જપ્ત કરાઈ હતી. બીસીસીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. નવા કેસમાં ઉંડી તપાસ ચાલી રહી છે. મેદાન ઉપર દિલ્હી ડેરડેવીલ્સે ગુજરાત લાયન્સ સામે જોરદાર દેખાવ કર્યો હતો. શ્રેયાંશ ઐયરે શાનદાર સદી ફટકારી હતી. ગુજરાત અને દિલ્હી આઈપીએલ-૨૦૧૭માંથી બહાર થઈ ચુક્યા છે. બંને પોઈન્ટ ટેબલમાં સૌથી પાછળ રહી છે. બાતમીના આધારે લોકલ પોલીસની સાથે મળીને એસટીએફની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સટ્ટા રેકેટનો પર્દાફાશ કરાયો હતો. કાનપુરમાં ત્રણ જુદા જુદા સ્થળ ઉપર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝડપાયેલાઓની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ વધુ તપાસ ચાલી રહી છે. ૨૦ લાખથી વધુની રોકડ રકમ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

JNU Vice-Chancellor Jagadesh Kumar should resign : Owaisi

aapnugujarat

પાકિસ્તાન ગિલાનીને સર્વોચ્ય સન્માન આપશે

editor

खराब मौसम के चलते एक दिन के लिए रोकी गई अमरनाथ यात्रा

aapnugujarat

Leave a Comment

URL