હોલિવુડ ફિલ્મ ત્રિપલ એક્સ રિટર્ન ઓફ જેન્ડર કેજથી આંતરરાષ્ટ્રીય ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરનાર ભારતની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે હવે પ્રેમ સંબંધોનો અંત આવી ગયો હોવાના હેવાલ મળ્યા છે. બન્ને એકબીજા સાથે વાત પણ કરતા નથી. હાલમાં બન્ને પદ્માવતિમાં સાથે હોવા છતાં બન્ને એક સાથે નજરે પડતા નથી. થોડાક દિવસ પહેલા દિપિકા એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. જ્યાં તેને વર્તમાન રિલેશનશીપને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે તે થોડાક દિવસ પહેલા શાહિદ કપુરના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં દિપિકા અને રણવીરસિંહ જુદા જુદા દેખાયા હતા. અલગ અલગ દેખાયા બાદ તેમની વચ્ચે બ્રેક અપના સમાચાર મળી રહ્યા છે. બ્રેક અપના અહેવાલ સાચા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા દિપિકાએ કોઇ જવાબ આપ્યો ન હતો. રદિયો પણ આપ્યો ન હતો કે સમર્થન પણ કર્યુ ન હતુ. દિપિકાએ કહ્યુ હતુ કે તે એ જ વાત કરશે જે અન્યો સાંભળવા માંગે છે. થોડાક દિવસ પહેલા પત્રકાર રાજીવ મસંદને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં દિપિકાએ કહ્યુ હતુ કે જ્યારથી તે હોલિવુડમાં વધી છે તેની પાસે મિત્રો અને પરિવારના માટે હવે સમય રહ્યો નથી. તેનુ કહેવુ છે કે રોમાન્સની તેની લાઇફમાં હવે ઓછી પ્રાથમિકતા છે. જો કે દિપિકાએ કહ્યુ હતુ કે રોમાન્સની હવે કોઇ જગ્યા તેની લાઇફમાં નથી તેવા અહેવાલને દિપિકાએ રદિયો આપ્યો હતો. તેનુ કહેવુ છે કે એક શાંતિપૂર્ણ સંબંધ માટે જરૂરી છે કે બે લોકો એકબીજાને લઇને પોતાના સંબંધને લઇને સુરક્ષિત રહે. પ્રોફેશનને લઇને પારસ્પિક સમજ હોવાની સ્થિતીમાં સરળતા પડે છે. બીજી બાજુ રણવીર સિંહે સંબંધોમાં બ્રેક અપ માટે કોઇ વાત કરી નથી.
પાછલી પોસ્ટ