Aapnu Gujarat
મનોરંજન

સોનુ સુદ મરાઠી ભાષા ઉપર વિશષ ધ્યાન આપે છે

મરાઠી ફિલ્મોની ઝડપથી વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે અભિનેતા સોનુ સુદે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા માટેનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બોલિવુડના કેટલાક મોટા સ્ટાર હાલમાં મરાઠી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. મોટા સ્ટાર પોતાના હોમ પ્રોડક્શનમાં મરાઠી ફિલ્મ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા જેવા મોટા સ્ટાર મરાઠી ભાષાની ફિલ્મમાં રસ લઇ રહ્યા છે. પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ વેન્ટીલેટર તો ગયા મહિનામાં રજૂ પણ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યુ છે કે સોનુ સુદ પોતાના હોમ પ્રોડક્શન હેઠળ મરાઠી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. સોનુ સુદે પહેલા પંજાબી અને સાઉથની રિઝનલ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. હવે તે મરાઠી ફિલ્મ બનાવવાની પૂર્ણ તૈયારીમાં છે. સોનુ પોતાની મરાઠી પ્રોડક્શનની ફિલ્મમાં અભિનય પણ કરનાર છે. સોનુની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો મહારાષ્ટ્ર એક એવી જગ્યા છે જેના કારણે તેને ઘણુ મળ્યુ છે. હવે સમય આવી ગયો છે કે અહીંના લોકો માટે પણ કોઇ કામ તે કરે. સોનુ કહે છે કે અમે મરાઠીમાં એક એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે મનોરંજનની સાથે સાથે સામાજિક સંદેશ પણ આપનાર છે. હાલમાં મરાઠી ફિલ્મની પટકથા પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે. હાલમાં સોનુ પોતે મરાઠી અને તેના ટોણ પર પક્કડ જમાવી લેવાના પ્રયાસ કરી રહ્યો છે. સોનુ સુદ છેલ્લે જેકી ચાનની સાથે કુન્ગ ફુ યોગા નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. સોનુ સુદને હિન્દી ફિલ્મોમાં ઓછી સફળતા મળી છે પરંતુ તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ખુબ લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. તે વિલનમાં ખુબ જામ્યો છે.

Related posts

પદ્માવતી આગામી વર્ષે રીલિઝ થશે

aapnugujarat

‘डियर कॉमरेड’ के हिंदी रीमेक पर बोले करण जौहर : अभी किसी को भी साइन नहीं किया

aapnugujarat

મલાઇકા અરબાઝને લઇ હજુ સોફ્ટ કોર્નર ધરાવે છે

aapnugujarat

Leave a Comment

URL