Aapnu Gujarat
મનોરંજન

અજય સાથેની ફિલ્મ બાદ મારાં કેરિયરમાં નવો વળાંક આવશે : ઈલિયાના

ઇલિયાના ડીક્રુઝ હવે બે મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે એક્શન થ્રીલર ફિલ્મ બાદશાહો રહેલી છે. જેમાં તે અજય દેવગનની સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે પહેલી સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. જ્યારે અન્ય એક ફિલ્મ મુબારકા પણ છે. જેમાં તે અર્જૂન કપુર, અર્જૂન કપુર અને અથિયા શેટ્ટી સાથે નજરે પડનાર છે. અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ પર હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની તેની ફિલ્મોમાં વધારે સેક્સી અને દેખાવડી દેખાવવા માટે દબાણ વધી રહ્યુ છે. ઇલિયાના હાલમાં કેટલીક સારી ફિલ્મો હાથમાં ધરાવે છે. ઇલિયાના દરેક ભાષાની ફિલ્મમાં કામ કરીને તેની કુશળતા સાબિત કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. તેની પાસે હિન્દી ફિલ્મો વધારે આવી રહી નથી. પરંતુ તે દક્ષિણ ભારતની સારી ફિલ્મો મેળવી રહી છે. જેમાં ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. ઇલિયાના માને છે કે તે કોઇ પણ નિયમોમાં રહેવા માંગતી નથી. તેની પાસે આવેલી ફિલ્મો જુદા જુદા રોલ ધરાવે છે. હાલના દિવસોમાં ઇલિયાના દબાણના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સાહસી અને ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં ટકી રહેવાની બાબત કોઇ મુશ્કેલ નથી.
કારણ કે બોલિવુડમાં કુશળતા મુજબ તમામને ભૂમિકા મળી રહી છે. ઇલિયાના નિખાલસપણે કબુલે છે કે એક અભિનેત્રી તરીકે તે હમેંશા અનુભવ કરે છે કે તેને વધુને વધુ ખુબસુરત દેખાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ અને આના માટે તે મહેનત પણ કરી રહી છે. ફિલ્મ બરફી મારફતે ઇલિયાનાએ પોતાની કેરિયરની જોરદાર શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપુરની ભૂમિકા હતી. તેની સાથે ઇલિયાના પણ હતી.

Related posts

અનુસૂચિત જાતિ વિરૂદ્ધ સલમાન ખાને કરી અપમાનજનક ટિપ્પણી, સિનેમાઘરમાં તોડફોડ

aapnugujarat

‘पागलपंती’ रिलीज के लिए तैयार

aapnugujarat

ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

aapnugujarat

Leave a Comment

URL