Aapnu Gujarat
બિઝનેસ

જીઓ સામે ટક્કર લેવા માટે એરટેલ ૧૬૫ અબજ મેળવશે

જીઓનો સામનો કરવાના હેતુસર એરટેલે પણ આક્રમક તૈયારી કરી લીધી છે. ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલને ૧૬૫ અબજ રૂપિયા ઉભા કરવા માટે બોર્ડ તરફથી મંજુરી મળી ગઇ છે. વાયા એનસીડી મારફતે તથા ફોરેન કરન્સી બોન્ડ મારફતે આ નાણા ઉભા કરવામાં આવનાર છે. દેવાની ફરી ચુકવણી કરવા તથા સ્પેક્ટ્રમ જવાબદારીની ચુકવણી કરવા માટે આ નાણા ઉભા કરવાની મંજુરી આપવામાં આવી છે. એરટેલે આજે રેગ્યુલેટરી સમક્ષ માહિતી આપતા કહ્યું હતુ ંકે, બોર્ડ ઓફ કંપનીએ ૧૦૦ અબજ રૂપિયા સુધી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર (એનસીડી) જારી કરવા માટે મંજુરી આપી દીધી છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધાર પર આ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. સાથે સાથે એક અથવા વધુ તબક્કામાં એક અબજ ડોલરની મર્યાદા સુધી ફોરેન કરન્સી બોન્ડ જારી કરવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ૧૦૦ અબજ રૂપિયા સુધી ઉભા કરવામાં આવનાર છે. તબક્કાવારરીતે આ નાણા ઉભા થશે. સમય સમયે રેટને મંજુરી આપવામાં આવશે. એરટેલે રેગ્યુલેટરી સમક્ષ રજૂઆતમાં એમ પણ કહ્યું છે કે, વિદેશમાંથી નાણા ઉભા કરવામાં આવવાની સ્થિતિમાં તમામ માહિતી રજૂ કરવામાં આવશે. હવે એરટેલ દ્વારા વધતા જતાં દેવાના સંદર્ભમાં અંતિમ મંજુરી માટે શેર હોલ્ડરોનો સંપર્ક કરવામાં આવશે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે કંપનીનું નેટ દેવું ૯૧૭.૧૪ અબજ રૂપિયા સુધી પહોંચી ગયું હતું જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૯૧૪.૮ અબજ રૂપિયા હતું. ભારતી એરટેલના શેરમાં ૪.૧૨ ટકાનો વધારો આજે જોવા મળ્યો હતો અને તેના શેરની કિંમત બીએસઈમાં આજે ૪૧૮.૫૦ રૂપિયા બોલાઈ હતી. જો કે, એરટેલની હાલત હાલમાં રિલાયન્સ જીઓના કારણે કફોડી બની છે. જીઓ સામે સ્પર્ધા કરવામાં એરટેલ પણ અન્ય કંપનીઓની જેમ પાછળ રહી ગઈ છે.

Related posts

આરબીઆઇ ગુરુવારે બજારમાં રૂપિયા ૮,૦૦૦ કરોડ ઠાલવશે

aapnugujarat

ઓનલાઈન ફ્રી મળી રહેલા કોન્ડોમ પર તૂટી પડ્યા લોકો, ૬૯ દિવસમાં લાખો કોન્ડોમનો ઓર્ડર

aapnugujarat

पिछले आठ साल का सबसे ऊंचे स्तर पर सोना, पंहुचा 1500 डॉलर प्रति औंस के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1