ટુજી કૌભાંડમાં છ મહિનામાં તપાસ પૂર્ણ કરવા ઈડી અને સીબીઆઈને સુપ્રીમ દ્વારા મહેતલ અપાઈ

Font Size

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં તપાસને પરિપૂર્ણ કરવા સીબીઆઈ અને ઇડીને આદેશ કર્યો છે. છ મહિનાની અંદર આ કેસ અને સંબંધિત મામલામાં તપાસ પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને નવીન સિંહાની બનેલી બેંચે ટુજી સ્પેક્ટ્રમ કેસમાં તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કેન્દ્ર સરકારને આદેશ આપી દીધો છે. ટુજી સ્પેક્ટ્રમ કેસ અને તેની સાથે સંબંધિત બાબતોમાં તપાસ કરવા કહેવામાં આવ્યું છે. એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસ સહિતની બાબતોમાં તપાસ કરવા કહેવામાં આવ્યું છે. બેંચે ઠેરવ્યું હતું કે, તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. દેશના લોકોને આના જેવા સંવેદનશીલ મામલામાં લાંબા સમય સુધી અંધારામાં રાખી શકાય નહીં. આ મામલો દેશ માટે પણ ખુબ ગંભીર છે. લોકો તપાસ પૂર્ણ કેમ થઇ રહી નથી તે જાણવા માંગે છે. અમે આ કેસને લઇને ચિંતિત છે. ખુબ જ દુખી પણ છીએ. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં તેના દ્વારા નિમવામાં આવેલા વરિષ્ઠ એડવોકેટ આનંદ ગ્રોવરને પણ મુક્ત કર્યા હતા. ટુજી સ્પેક્ટ્રમ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. કોર્ટે એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાની ટુજી સ્પેક્ટ્રમ કેસમાં એસપીપી તરીકે ગ્રોવરની જગ્યાએ નિમણૂંક કરવા માટે કેન્દ્ર સરકારના નિર્ણયને મંજુરી આપી હતી.
સાથે સાથે એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજીને ફગાવી દીધી હતી.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *