Aapnu Gujarat
ગુજરાત

છોટા ઉદેપુર : ડેમોમાં પાણીની અછત સર્જાતા પ્રજાજનો ચિંતાતુર

સરકારે એક તરફ નર્મદાનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યું છે. પરંતુ બીજી તરફ ડેમની નજીક આવેલા વિસ્તારોમાં જ પાણીની તંગી સર્જાઇ છે. છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ નદી નાળા અને ડેમોના તળિયા ઝાટક થઇ જતાં અત્યારથી જ પ્રજાજનો ચિંતામાં મુકાઇ ગયા છે.દર વર્ષે પાણીની તંગીને કારણે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને જંગલ વિસ્તારોના લોકોની હાલત કફોડી બની જાય છે.  જિલ્લાના પાવી જેતપુર, બોડેલી અને સંખેડામાંથી પસાર થતી નદી પર ડેમ તો બનાવાયા છે. પરંતુ આજે ડેમમાં પાણીને બદલે ફક્ત કાંપ નજરે પડી રહ્યો છે.  છલોછલ પાણીને બદલે ડેમ અને નદીનાળા સુકા ભઠ્ઠ થઇ ગયા છે. તેમાં પણ કાંપને કારણે નદીના તળ ઉપર આવી જતા ચોમાસામાં વરસાદી પાણી નદીકિનારાના ગામોમાં ઘુસી જાય છે.જો કે વિચિત્રતા એ છે કે રાજ વાસણા ખાતે બનાવાયેલા આ ડેમની બીજી તરફ પાણી છે. જ્યારે કે ડેમની અંદર બિલકુલ પાણી નથી. ગ્રામજનો જુની કેનાલને સાફ કરી ડેમની નજીક પાણી તો લાવ્યા. પરંતુ ડેમમાં પાણી ઠાલવવા માટે સિંચાઇ વિભાગની મંજૂરી ન મળતા પાણી નદીમાં વહી રહ્યું છે. આડ બંધથી ફક્ત ૪૦ મીટરના અંતરે પાણી હોવા છતાં લોકો તરસી રહ્યા છે. છોટાઉદેપુરના રાજ વાસણા, કાશીપુરા અને ચલામલી વિસ્તારના ખેડૂતો સિંચાઇના અભાવે ચોમાસાના પાણી પર જ નિર્ભર રહે છે. જો ડેમમાંથી કાંપ કાઢી તેમાં પાણી ભરવાની મંજૂરી સરકાર આપે તો લોકોને ઘણી રાહત થઇ શકે તેમ છે.

Related posts

ખેડા જિલ્લામાં ૧૦૮ના પૈડા થંભી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા

aapnugujarat

શ્રી સોમનાથ ટ્રસ્ટના કેશુભાઇ પટેલે આજે જન્મદિન નિમિતે ઇ-મહાપૂજા કરી

editor

અમદાવાદમાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ચક્કાજામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1