કેન્દ્ર સરકાર આઝાદી બાદથી ચાલી રહેલી કાશ્મીર સમસ્યાને રોકવા માટે ૧૦ હજાર કરોડનો પ્લાન લઇને આવી છે. આ પ્લાન હેઠળ કેન્દ્ર સરકાર એક ઓલ વેધર રેલ્વે લાઇનનું નિર્માણ શ્રીનગર સુધી કરવા જઇ રહી છે, જેનાથી કાશ્મીર ઘાટી આખા દેશમાં જોડાઇ જશે.રેલ મંત્રાલય આ રેલ્વે લાઇનનું નિર્માણ હવેના ૪ વર્ષમાં પૂર્ણ કરશે, જેના માટે કેન્દ્ર સરકારે ફંડ પણ રજૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ પર રેલ મંત્રી સુરેશ પ્રભુ વ્યક્તિગત તરીકે ધ્યાન આપી રહ્યા છે.
આ રેલ પ્રોજેક્ટનના ૨/૩ ભાગ પર કામ પૂર્ણ થઇ ગયું છે. ૩૨૬ કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ પર માત્ર ૧૧૧ કિલોમીટરનો રેલ માર્ગ બનવાનો છે, જેના માટે કામ ચાલુ છે.જમ્મુથી લઇને કટરા સુધી રેલ માર્ગ તૈયાર છે, તો બીજી બાજુ કાશ્મીર ઘાટીમાં બારામુલાથી શ્રીનગર સુધીનો રેલમાર્ગ બની ચૂક્યો છે. હવે માત્ર કટરાથી લઇને બનિહાલ સુધીનો રેલમાર્ગ તૈયાર થવાનો છે, જેને બનાવવા માટે ઘણી સમસ્યાનો સામનો રેલ્વેને કરવો પડી રહ્યો છે.આ ભાગમાં ૨૭ પુલોનુ નિર્માણ કરવામાં આવશે, જેમા વિશ્વના સૌથી ઊંચા પુલના નિર્માણનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત એમાં ૩૭ સુરંગો પણ બનાવવામાં આવશે, જેમાં એક સુરંગ ૧૨ કિલોમીટરથી લાંબી હશે.આ રેલ્વે લાઇનનું નિર્માણ થઇ ગયા બાદ વદિલ્હીથી શ્રીનગર ૧૪ કલાકમાં પહોંચી શકાશે, સરકારના જણાવ્યા અનુસાર, આ રેલ્વે લાઇન બની જવાથી જ્યાં એક બાજુ ઘાટીમાં ટૂરિઝ્મને જ્યાં બળ મળશે, તો બીજી બાજુ યુવકોને રોજગારના નવા સાધન મળશે, જેનાથી એમનું ધ્યાન આતંકવાદથી હટશે.
એનાથી કાશ્મીરમાં દેશના અન્ય ભાગોમાં પહોંચતા સામાનની પણ જલ્દી પુરવઠો પૂરો પાડી શકાશે.
અત્યારે માત્ર જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય. રાજમાર્ગથી જ ઘાટીમાં સરળતાથી પહોંચી શકાય છે જો કે વર્ષના અડધો સમય હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે બંધ રહે છે.