Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એફબીઆઇ ચીફ કોમીને હટાવી ખરાબ રીતે ફસાયા ટ્રમ્પ, મહાભિયોગનો વધ્યો ખતરો

ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના પ્રમુખ જેમ્સ કોમીને હટાવી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાઇ ગયા છે. અમેરિકન કોંગ્રેસમાં હવે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લેવાય તેવી શક્યતા છે.
જો કે અમેરિકાની કોંગ્રેસ અને પ્રતિનિધિ સભામાં રિપબ્લિકનનું વર્ચસ્વ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ કરી રહેલા જેમ્સ કોમીને હટાવાયા બાદ અમેરિકા સહિત દુનિયાભરમાં વિવાદ છેડાઈ ગયો છે.આ મામલામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવાની સ્થિતિ પેદા થઈ છે. ૨૦૧૬માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રશિયાએ હેકિંગ કર્યું હતું અને ટ્રમ્પને ચૂંટણી જીતાડી દેવામાં આવી હતી તેવા આરોપો પણ થયા હતા. એફબીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ જેમ્સ કોમીના નજીકના સૂત્રોનું કહેવું છે કે રશિયાના મામલાને લઈને ટ્રમ્પ ખરાબ રીતે ફસાઈ રહ્યા હતા. તેને કારણે તેમણે કોમીને હટાવવાનું પગલું ઉઠાવ્યું છે.
કોમીએ આ મામલાની તપાસ ઝડપી બનાવી હતી અને ટ્રમ્પને વિશ્વાસમાં લીધા નહોતા. જેને કારણે ટ્રમ્પ ખુદ માટે ખતરો હોવાનું મહેસૂસ કરી રહ્યા હતા અને તેમણે જેમ્સ કોમીને એફબીઆઈના પ્રમુખ પદેથી હટાવવાનું પગલું ભર્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવની અમેરિકાની મુલાકાતના માત્ર એક દિવસ પહેલા જ ટ્રમ્પે એફબીઆઈના પ્રમુખને હટાવાવનું ઘાતક પગલું ભર્યું હતું. ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ પેદા થઈ ગયો છે. ઈમેલ વિવાદમાં ઘેરાયેલા હિલેરી ક્લિન્ટને આખા મામલામાં ચુપકીદી સેવી છે. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોમીને કારણે તેઓ ચૂંટણી હાર્યા હતા. ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પના નિર્ણયનો દબાયેલા સૂરમાં વિરોધ કરી રહી છે.
ટ્રમ્પે કોમીનું કામ યોગ્ય નહીં હોવાથી તેમને હટાવ્યા હોવાનું કારણ આપ્યું છે. પરંતુ આ કારણ કોઈને ગળે ઉતરી રહ્યું નથી. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ કોંગ્રેસમાં મહાભિયોગ પ્રસ્તાવની શક્યતા વધી છે. જો કે કોંગ્રેસમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. તેના કારણે તેમને પદભ્રષ્ટ કરવાની શક્યતાઓ નહીવત છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દ્વારા નિયુક્ત કરાયેલા અન્ય બે ન્યાયિક અધિકારીઓને પણ ટ્રમ્પ હટાવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે ૧૯૭૩માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને વોટરગેટની તપાસ કરી રહેલા આર્કિબાલ્ડ કોક્સને હટાવી દીધું હતું. ત્યાર બાદ તેમની વિરુદ્ધ અમેરિકન કોંગ્રેસમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેને કારણે નિક્સનને પોતાનું પદ છોડવું પડયું હતું. ટ્રમ્પે કોમીને હટાવીને પદનો દુરુપયોગ કર્યો હોવાનું અમેરિકામાં લોકો માનવા લાગ્યા છે. આ સિવાય ટ્રમ્પની લોકપ્રિયતામાં પણ ઘણો ઘટાડો થયો હોવાની ચર્ચા છે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિનને એફબીઆઈ ચીફને લઈને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ ગુસ્સે થયા હતા. પુતિને સીબીએસએનના રિપોર્ટરને ક્હ્યું હતું કે તેઓ તેમને ગુસ્સે કરે નહીં. આ મામલામાં રશિયાની કોઈપણ પ્રકારની દખલગીરી નથી. એફબીઆઈ ચીફ જેમ્સ કોમીને હટાવાયા બાદ બુધવારે અમેરિકાન સેનેટની ઈન્ટેલિજન્સ કમિટીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ ફ્લિનને બોલાવ્યા છે. તેમને રશિયા સંબંધિત દસ્તાવેજો દાખલ કરવા માટે નિર્દેશ અપાયા છે. આ પહેલા કોમીએ સેનેટની આ કમિટીને આના સંદર્ભે એલર્ટ કરી હતી. એફબીઆઈએ સેનેટની કમિટીને ક્હ્યું હતું કે ફ્લિન રશિયા સાથે પોતાના સંબંધોને લઈને દસ્તાવેજ દાખલ નહીં કરે. આના કારણે ટ્રમ્પને બચાવી શકાશે. આ વિવાદ વધતા ટ્રમ્પે એનએસએ પદ પરથી માઈક ફ્લિનને હટાવી દીધા હતા.

Related posts

हांगकांग पुलिस ने प्रदर्शनकारियों पर गोलियां चलायी

aapnugujarat

૯/૧૧ હુમલાના ૨૦ વર્ષ યાદો તાજા થઈ : શ્રદ્ધાંજલિ અપાઈ

editor

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ જેલમાં જવું પડશે…!?

editor

Leave a Comment

URL