ઇટાલી પોલીસે ૩ કરોડ ૭૦ લાખ પેઇનકિલર દવાઓથી ભરેલું એક જહાજ પકડ્યુ છે. ટ્રામાડોલ નામની આ દવાઓ ભારતથી મોકલવામાં આવી હતી. આ દવાઓ લીબિયામાં ઇસ્લામિક સ્ટેટના આંતકવાદીઓને વેચવાની હતી.
ટ્રામાડોલને આઇએસના આતંકવાદીઓ જેહાદી ગોળી કહે છે.ઇટાલીના તપાસકર્તાઓના હવાલાથી બ્રિટન મીડિયા અનુસાર આ પેઇનકિલર દવાઓની કિંમત ૭ કરોડ ૫૦ લાખ અમેરિકન ડોલર છે. આ દવાઓ જેનોવાના પોર્ટ પર એક જહાજમાં ત્રણ કન્ટેઇનરમાંથી મળી આવી છે, જેના પર ધાબળા અને શેમ્પુનું લેબલ લગાવવામાં આવ્યુ હતુ. આ કન્ટેઇનરને લીબિયામાં મિસરાતા અને ટોબ્રુક માટે એક માલવાહક જહાજમાં લોડ કરાવવામાં આવી રહ્યા હતા.
તપાસકર્તાઓ અનુસાર ટ્રામોડોલની આ દવાઓ ભારતીય ફાર્મા કંપનીમાં બનાવવામાં આવી છે. જેને અઢી લાખ ડૉલરમાં દુબઇ સ્થિત એક આયાતકર્તાને વેચવામાં આવી હતી.
આ આયાતકર્તાએ આ દવાઓને ભારતથી શ્રીલંકા મોકલી દેવામાં આવી અને ત્યાંથી આ દવાઓ ડોક્યુમેન્ટ્સમાંથી ગાયબ થઇ ગઇ છે.ઇટાલી પોલીસનું કહેવુ છે કે ટ્રામાડોલ એક ખાસ પ્રકારની દુખાવો દૂર કરવાની દવા છે અને તેનો ઉપયોગ બે હેતુ માટે કરવામાં આવી શકે છે. પહેલો હેતુ આતંકવાદીઓને આર્થિક મદદ કરવા માટે અને બીજો હેતુ આઇએસ આતંકવાદી દવાથી દુખાવો દૂર કરવા માટે કરે છે.આ વર્ષે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે નાઇજીરિયામાં બોકો હરમ પોતાના યુવા છોકરાઓને મિશન પર મોકલતા પહેલા તેમને ટ્રામાડોલ આપે છે. ત્યારે ગત મહિને ડચ પોલીસે નકલી કેપ્ટાગોન નામની દવાનો માલ જપ્ત કર્યો હતો.
એક પ્રયોગશાળામાં મોટી માત્રામાં ખાસ પ્રકારની દવા મળ્યા બાદ નેધરલેન્ડની પોલીસે બે શંકાસ્પદ લોકોની શોધખોળ હાથ ધરી છે.