Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં બાળકો દત્તક લેવાની ટકાવારીમાં ૫૦ ટકાનો ઘટાડો

વધતી વસ્તીનાં કારણે ભારતમાં અનાથ અને ત્યજી દેવાયેલા બાળકોની સંખ્યા પણ વધતી જાય છે. સંતુલન જાળવી રાખવા બાળકોને દત્તક લેતા લોકોની સંખ્યા પણ વધવાની જરૂર છે.
પરંતુ દેશની અંદરના જ અનાથ બાળકોને દત્તક લેનારીઓની સંખ્યા વધવાની બદલે ધીરે ધીરે ઘટતી જ જાય છે. છેલ્લા ૭ વર્ષમાં ભારતમાં દેશના જ બાળકોને દત્તક લેવાની ટકાવારીમાં આશરે ૫૦% જેટલો ઘટાડો નોંધાયો છે.
વર્ષ ૨૦૧૦માં કુલ ૫૬૯૩ બાળકોને દત્તક લેવામાં આવ્યાં હતાં જેની સરખામણીએ વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં માત્ર ૨૭૧૭ બાળકો જ દત્તક લેવામાં આવ્યાં.
જ્યારે કોઈ નાગરિક પોતાના જ દેશમાંથી બાળકને દત્તક લે ત્યારે તેને પ્રાદેશિક દત્તક કહેવાય. વિદેશી દત્તક એટલે જ્યારે કોઈ નાગરિક પોતાના નહી પણ બીજા દેશમાંથી બાળકને દત્તક લે.બાળકો દત્તક લેવાની સંખ્યા વધારવા અને પારદર્શિતા વધારવા માટે સરકારે દત્તક લેવાની પ્રક્રિયાઓ પણ સરળ કરી દીધી છે. સાથે જ સરકારે પરિસ્થિતીમાં સુધારો લાવવા ’અડોપ્શન રેગ્યુલેશન ૨૦૧૭’ જાહેર કર્યો છે. નવી માર્ગદર્શિકામાં સંભવિત પાલક માતાપિતા (ઁછઁ) માટે સ્પષ્ટ લાયકતધોરણ રજૂ કરવામાં આવ્યું છે.

Related posts

પરમાણુ સબમરીન પર મહિલા અધિકારીએ ક્રૂ મેમ્બર સાથે બાંધ્યો શારીરિક સંબંધ : નોકરીમાંથી બરતરફ

aapnugujarat

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇ બિહારમાં મહાગઠબંધનમાં તિરાડ પડી : કોંગ્રેસના નીતિશ પર પ્રહાર

aapnugujarat

બુલંદશહેર હિંસા કેસમાં ૩૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

aapnugujarat

Leave a Comment

URL