Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાશ્મીરમાં ઇન્ટનરેટ પર લગાવાયેલ પ્રતિબંધ અયોગ્ય : યુએન

ગુરૂવારે યુનાઇટેડ નેશને કાશ્મીરમાં સરકાર દ્વારા લગાવાયેલ ઇન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનાં આદેશ આપ્યા હતા. યુએનએ જણાવ્યું કે ઇન્ટરનેટ પર પ્રતિબંધ તે માનવીનાં મુળભુત અધિકાર અને તેની અભિવ્યક્તીની આઝાદીનો ભંગ છે. સાથે સાથેયુએનએ લાંબા સમયથી ચાલી રહેલ ડામાડોળ પરિસ્થિતીનો ઉકેલ લાવવા માટે પણ જણાવ્યું હતું.
આ અંગે યુએન દ્વારા પ્રેસ રીલિઝ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, આ કેટલાક ખાસ લોકોને અપાયેલી સજા છે. જે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અનુસાર યોગ્ય નથી. તે માનવીનાં બોલવાનાં અધિકારનો ભંગ કરે છે.
યુએનનાં અનુસાર ઇન્ટરનેટ પર લગાવાયેલો પ્રતિબંધ માનવીની પાયાની જરૂરિયાત પરનો પ્રતિબંધ છે. સરકાર દ્વારા શાંતિ માટેનાં પ્રયાસો પર પણ આ પ્રતિબંધની ઉંડી અસર થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતી અશાંત છે. સ્થાનિકો દ્વારા પોલીસ અને આર્મીનાં જવાનો પર પથ્થરમારા કરવામાં આવે છે. ઉપરાંત કાશ્મીરી યુવકોની આર્મી સાથેની ગેરવર્તણુંક અને આર્મીની યુવકો સાથેની ગેરવર્તણુંક સહિતનાં વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જો કે આ તમામ પ્રવૃતી સોશિયલ મીડિયાનાં માધ્યમથી થતી હોવાની શંકાનાં કારણે સરકાર દ્વારા ૨૨ સોશિયલ મીડિયા સાઇટ્‌સ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જેમાં ફેસબુક, ટિ્‌વટર અને વોટ્‌સએપનો પણ સમાવેશ થાય છે.

Related posts

ભારતનો પાકિસ્તાનને યુએનમાં જવાબઃ અમારો કોઈ રાજકીય ધર્મ નથી, ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર

aapnugujarat

હવે કોરોના સાથે જીવતા શીખી લો : WHO

editor

ISIS प्रचार मामला : फिलिपींस नागरिक को मिली 10 साल की सजा

aapnugujarat

Leave a Comment

URL