Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ કોંગ્રસી નેતાઓનો ક્લાસ લીધો

ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં બદલાવની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. હાલમાં નિયુક્ત કરાયેલા સચિવ અને મહાસચિવોએ તેમની જવાબદારી સંભાળી લીધી છે. જોકે જવાબદારી સંભળતાં પહેલાં દરેક નેતાઓએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ દરેક નેતાઓને પોતાની કાર્યશૈલીમાં બદલાવ કરવાની સલાહ આપી છે.સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીનું આગામી ફોકસ પાર્ટીના દરેક નિર્ણયમાં કાર્યકર્તાઓને સામેલ કરવાનું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રદેશમાં પાર્ટીને નવા અધ્યક્ષની નિમણૂક કરવાની હોય તો કોઈ મોટા નેતાના ઓળખીતા અથવા જાણીતાને પાર્ટીનું સુકાન સોંપવાને બદલે પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રભારી અને મહાસચિવ સાથે બેઠક યોજી યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેમ રાહુલ ગાંધીનું માનવું છે.જે-તે પ્રદેશમાં નવી જવાબદારી મેળવનારા પ્રભારી અને મહાસચિવોને રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ અથવા અન્ય કોઈ પણ પદ માટે નિયુક્તિ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ કરવામાં આવે. મહત્વનું છે કે, ભવિષ્યમાં આવા પદો માટે રાહુલ ગાંધીએ પોતે હસ્તક્ષેપ કરવાને બદલે પાર્ટી સચિવ અને કાર્યકર્તાઓને આ અંગેની જવાબદારી સોંપવા માગે છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કાર્યકર્તાઓને મહત્વ આપ્યા વિના પાર્ટી મજબૂત થઈ શકે નહીં. વધુમાં તેમણે કોંગી કાર્યકર્તાઓને ભાજપ અને સંઘનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ઇજીજીનો કાર્યકર્તા પહેલા પ્રચારક તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ તેનો ભાજપમાં પ્રવેશ થાય છે. તેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ પણ તેના કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવવો પડશે કે, જો તેઓ મહેનત કરશે તો પાર્ટીના મહત્વના નિર્ણયોમાં તેનો અભિપ્રાય લેવામાં આવશે અને બાદમાં યોગ્ય કાર્યકર્તાનો સંગઠમાં પણ સમાવેશ કરવામાં આવશે.

Related posts

इसरो 28 फरवरी को लॉन्च होगा PSLV-C51 मिशन

editor

आरुषि हत्याकांडः ४ साल बाद जेल से रिहा तलवार दंपती

aapnugujarat

કલમ ૧૪૪ વચ્ચે સબરીમાલા કપાટ આજે ખુલશે

aapnugujarat

Leave a Comment

URL