Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટ્રિપલ તલાક પ્રથાનો અંત આવે એ માટે મુસ્લિમ સ્ત્રીઓ મંદિરમાં બેસી વાંચી રહી છે હનુમાન ચાલીસા

ટ્રિપલ તલાકના જટિલ મુદ્દે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ આવવાની રાહ જોવાઈ રહી છે ત્યારે મુસ્લિમ સમુદાયમાં પત્નીઓને છૂટાછેડા આપવાની આ પ્રથાનો અંત આવે એ માટે મદદ મેળવવા મુસ્લિમ મહિલાઓએ હનુમાન ચાલીસાનો આશરો લીધો છે.ટ્રિપલ તલાક પ્રથાનો અંત આવવો જોઈએ એ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્ય છે. સુપ્રીમ કોર્ટે આ કેસનો નિકાલ લાવવા માટે પાંચ-ન્યાયાધીશની બેન્ચની રચના કરી છે. આ બેન્ચ આજથી સુનાવણી શરૂ કરવાની છે.
આ બેન્ચના પાંચેય જજ અલગ અલગ ધર્મના છે. બેન્ચની આગેવાની દેશના ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહરે લીધી છે, જેઓ શીખ છે.અન્ય ચાર જજ છેઃ કુરિયન જોસેફ, આર.એફ. નરિમાન, યૂ.યૂ. લલિત અને અબ્દુલ નઝીર.મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ટ્રિપલ તલાક પ્રથા બંધ કરાય એની વિરુદ્ધમાં છે જ્યારે દેશભરની અનેક મહિલાઓ અને મહિલા સંગઠનો આ પ્રથાનો અંત આવે એવું ઈચ્છે છે.સુપ્રીમ કોર્ટનું રૂલિંગ મહિલાઓની તરફેણમાં આવે એ આશાએ વારાણસીમાં એક હનુમાન મંદિરમાં મુસ્લિમ મહિલાઓ હનુમાન ચાલીસાનું પઠન કરતી જોવા મળી હતી. એમને આશા છે કે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી આ પ્રથાનો અંત લાવવામાં એમને કુદરતી મદદ મળશે.શબાના નામની એક મહિલાએ કહ્યું કે, ઈશ્વર અને અલ્લાહ બંને એક જ છે, આ તો પૃથ્વી પરના લોકોએ એને અલગ પાડ્યા છે. અમે ટ્રિપલ તલાક પ્રથાનો અંત લાવવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી રહ્યાં છીએ.
આ પ્રથા મુસ્લિમ પરિણીતાઓને ખૂબ ત્રાસ આપી રહી છે. અમે એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે કોર્ટનો ચુકાદો અમારી તરફેણમાં આવે.ટ્રિપલ તલાક પ્રથાનો ભોગ બનેલી એક અન્ય મહિલા નગ્માએ એને ભોગવવી પડેલી યાતનાનું વર્ણન કર્યું હતું કે એનાં પતિએ ત્રણ વાર તલાક બોલીને એને છૂટાછેડા આપી દીધા હતા અને પોતાનાં તેમજ એની દીકરીનાં ભરણપોષણ માટે કોઈ પૈસા પણ ન આપ્યા નહોતા. હું ઈચ્છું છું કે કુદરત મારાં પતિને સજા કરે જેથી બીજાં પુરુષો આવું કરતાં પહેલાં સો વાર વિચારે.મંદિરના એક પૂજારીએ કહ્યું કે, ટ્રિપલ તલાક પ્રથાનો ભોગ બનેલી મુસ્લિમ સ્ત્રીઓને હનુમાનજીમાં વિશ્વાસ છે. આ સ્ત્રીઓની હાલત બહુ ખરાબ છે. સુપ્રીમ કોર્ટ આ પ્રથાનો અંત લાવી અન્ય મુસ્લિમ સ્ત્રીઓને બચાવે એ માટે તેઓ હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરે છે, હનુમાન ચાલીસા વાંચે છે.

Related posts

ઈરાનની પાર્લામેન્ટ પર આઈએસનો હુમલો : ૧૨નાં મોત

aapnugujarat

यूरोपीय संघ के साथ व्यापार एवं निवेश समझौता भारत की उच्च प्राथमिकता : गोयल

editor

૭ રાજ્યોમાં ૩૦% થયો પોઝિટિવિટી રેટ

editor

Leave a Comment

URL