Aapnu Gujarat
રાષ્ટ્રીય

યૂપીમાં સપા નેતાના ભત્રીજાની દાદાગીરી, પોલીસ કર્મચારી સાથે કરી મારામારી

ઉત્તર પ્રદેશમાં સમજાવાદીઓના હાથમાંથી સત્તા જતી રહી છે પરંતપ દાદાગીરી હજુ પણ યથાવત છે. આ વાતનું તાજો કેસ જોવા મળ્યો એટા જિલ્લામાં જ્યાં સમજવાદી પાર્ટીના એમએલસી અને યૂપી વિધાન પરિષદના અધ્યક્ષના ભત્રીજાએ એક સ્ટેશનમાં ઘૂસીને હંગામો કર્યો અને પોલીસ કર્મચારી સાથે મારામારી કરી. ગુસ્સે ભારયેલા યુવકે સ્ટેશનમાં ઇન્ચાર્જને પણ છોડ્યો નહીં.આ બાબત એટાની શહેર કોતવાલીની છે. જ્યાં વરિષ્ઠ સપા નેતા અને યૂપી વિધાન પરિષદના અધ્યક્ષ રમેશ યાદવનો ભત્રીજો મોહિત યાદવે જોરદાર હંગામો કર્યો હતો. આરોપ છે કે મોહિત યાદવ પહેલા જિલ્લા હોસ્પિટલ ગયો હતો, જ્યાં એને નાની વાત પર ટેક્નીશિયન અને ડોક્ટરો સાથે મારામારી કરી હતી.હોસ્પિટલમાં મોહિત યાદવએ જોરદાર હંગામો કર્યો. સરકારી હોસ્પિટલમાં હંગામાના સમાચાર સાંભળીને જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો મોહિત યાદવ એ જ પોલીસ વાળા વિરુદ્ધ ચાલુ થઇ ગયો. એને ત્યાં પોલીસ કર્મચારીઓ સાથે વિવાદ કર્યો.પીડિત ટેક્નીશિયન અને ડોક્ટરએ ઘટના સ્થળે પહોંચીને પોલીસને મોહિતની ફરીયાદ કરી. એની સાથે જ પોલીસ મોહિત યાદવને લઇને સ્ટેશન આવી ગઇ. પરંતુ ત્યાં મોહિતએ કોઇનું સાંભળ્યું નહીં અને બધી હદ પાર કરી દીધી અને પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી. પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો.પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યા બાદ ઘણી મહેનત બાદ પોલીસ કર્મચારીઓએ એને કાબૂમાં કર્યો. એની વિરુદ્ધ સંબંધિત ધારાઓનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Related posts

यशवंतपुर और माता वैष्णो देवी के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનુ નિધન

editor

ઉત્તરાખંડમાં આભ ફાટ્યુંઃ બારે મેઘ ખાંગા થતાં અનેક મકાનો ધરાશાયી

aapnugujarat

Leave a Comment

URL