Aapnu Gujarat
મનોરંજન

શ્રીદેવી મોત કેસ : પરિવાર અને હોટેલ કર્મચારીઓની પુછપરછ

બોલિવુડની લોકપ્રિય સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના દુબઇમાં થયેલા મોતના મામલે ભારે સસ્પેન્સની સ્થિતી વચ્ચે પુછપરછનો સિલસિલો પણ ચાલ્યો હતો.તમામ બાબતોની ખાતરી કરવા માટે પોલીસ ટીમે કોલ ડિટેલ્સ અને પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર હાઇ પ્રોફાઇલ કેસમાં ઉંડી તપાસ કરવામાં આવી હોવાના કારણે પાર્થિક શરીરને મુંબઇમાં લાવવામાં વિલંબ થયો હતો. શ્રીદેવીના મોતના મામલે પરિવારના સભ્યો અને હોટેલના સ્ટાફની પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. શ્રીદેવીના મોતના રહસ્યને દુર કરવા તમામ કડીઓ પોલીસ એકત્રિત કરી ચુકી છે. જો કે હવે કોઇ કાવતરાની શંકા દેખાઇ રહી નથી. આખરે કઇ રીતે કેવા સંજોગોમાં અમિરાત ટાવરના રૂમ નંબર ૨૨૦૧માં તેમનો મૃતદેહ મળ્યો હતો તે સંબંધમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. પોલીસે શ્રીદેવીના પતિ બોની કપુર અને એવા સંબંધીની પુછપરછ કરી હતી જે આ ટુર પર શ્રીદેવીની સાથે આવ્યા હતા. પોલીસ સાથે જોડાયેલા સલોકોનુ કહેવુ છે કે કેટલાક એવા પ્રશ્નો છે જેના જવાબ હજુ સુધી મળી રહ્યા નથી. જે રૂમમાં શ્રીદેવી રોકાયેલી હતી તે રૂમમાં તપાસ કરવામાં આવી ચુકી છે. આ રૂમને સીલ કરવામાં આવ્યા બાદ તપાસ કરવામાં આવી હતી. પોલીસ બોની કપુરની પણ પુછપરછ કરી ચુકી છે. આ ઉપરાંત મોહિત મારવાહના પરિવારના સભ્યો અને હોટેલના સ્ટાફની પુછપરછ કરી ચુકી છે. અગાઉ ઓટોસ્પી રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેમના હોટલ રુમના બાથટબમાં એક્સીડેન્ટલ ડ્રાઉનીગ અથવા તો આકસ્મિકરીતે ડુબવાથી તેમનું મોત થયું છે. કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું મોત થયું નથી. આરોગ્ય મંત્રાલય યુએઇ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યા બાદ તર્કવિતર્કોનો દોર શરૂ થયો હતો. શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમના બાથરુમમાં બેભાન હાલતમાં શ્રીદેવી મળી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાઈ હતી. તે શરાબના નશામાં પણ હતી. સંતુલન ગુમાવી દીધા બાદ બાથટબમાં પડી હતી અત્રે નોંધનીય છે કે બોલિવુડની મહાન હસ્તી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઇમાં અવસાન થયુ હતુ. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી શરાબના નશામાં બાથટબમાં પડી જતા આકસ્મિક ડુબી જવાથી તેમનુ મોત થયુ હતુ. શનિવારે ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી. સંજય કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ દુબઈમાં જ હતા અને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે આ અહેવાલ આવ્યા હતા. હકીકતમાં શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશીની સાથે મોહિત મારવાના લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી.
શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે મોટી પુત્રી જ્હાનવી પહોંચી શકી ન હતી. બોલીવુડની ચાંદનીના નામથી લોકપ્રિય શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૭૮માં આવેલી સોલવા સાવન ફિલ્મથી કરી હતી પરંતુ બોલીવુડમાં સફળતા પાંચ વર્ષ બાદ હિમ્મવાલામાં મળી હતી.

Related posts

Akshay, Kareena starrer ‘Good News’ likely to release on December 27

aapnugujarat

‘સિમ્બા’માં અજયનો કેમિયો હશે

aapnugujarat

કૅમિલા મોરોને જન્મદિવસ ઉજવ્યો

editor

Leave a Comment

UA-96247877-1