Aapnu Gujarat
બિઝનેસ

વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી બદલ ગૂગલ વિરુદ્ધ કેસ દાખલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવાનાં કિસ્સામાં ગૂગલ સર્ચ એન્જીનની વિરુદ્ધ અહીં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક કમલ કિશોરે જણાવ્યું કે શહેરનાં અધિવક્તા નંદકિશોર ઉર્ફે રાજેશ અવસ્થીએ પોલીસમાં નોંધાવેયી ફરિયાદમાં કહ્યું કે તેમણે ગુગલ પર એક સમાચાર જોયા હતા જેમાં નરેન્દ્ર મોદીને મુર્ખ ગણાવાયા હતા.
ગૂગલે કથિત રીતે પોતાનાં જ સર્વે રિપોર્ટમાં વડાપ્રધાનની વિરુદ્ધ અભદ્ર માહિતી જાહેર કરી છે. એવામાં દેશને નુકસાન પહોચાડનારી માહિતીથી તેઓની લાગણી ઘવાઇ છે. દેશનાં વડાપ્રધાન વિશે આ પ્રકારનાં શબ્દો વાપરી શકાય નહી.
અધિવક્તાઓએ પોલીસ અધિક્ષક કે.બી સિંહને મળીને આ મુદ્દે વધારે માહિતી આપતા ગૂગલ સર્ચ એન્જીનનાં નિર્દેશકની વિરુદ્ધ કેસ દાખલ કરાવવા માટેની માંગ કરી હતી.
પોલીસ અધિક્ષકનાં આદેશ બાદ ગૂગલનાં નિર્દેશકની વિરુદ્ધ આઇટી એક્ટની કલમ ૬૭ હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે.

Related posts

મોબાઇલ કોમ્પોનન્ટ્‌સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીની તૈયારી

aapnugujarat

जियो ने लॉन्च किया ४जी फोन, १५०० सिक्यॉरिटी पर फ्री में मिलेगा

aapnugujarat

अडाणी एंटरप्राइजेज का एकीकृत शुद्ध लाभ चालू वित्त वर्ष की पहली तिमाही में सात गुना बढ़ा

aapnugujarat

Leave a Comment

URL