Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી-બીજેપીને ટક્કર આપવા અભિનેત્રી રમ્યા કોંગ્રેસનું સોશ્યલ મીડિયા સંભાળશે

કોંગ્રેસ ૨૦૧૯માં કોઇ કસર છોડવા માંગતી નથી એટલે પાર્ટીની અંદર ઘણા ફેરફારો થઇ રહ્યા છે. આ ફેરફારોની અસર સોશિયલ મીડિયા ટીમમાં પણ જોવા મળી છે. કોંગ્રેસ હાઇકમાને દીપેન્દરસિંહ હુડ્ડાની જગ્યાએ કર્ણાટકની ભૂતપૂર્વ સાંસદ અને કન્નડ એક્ટ્રેસ રમ્યાને તેમની સોશિયલ મીડિયા ટીમની લીડર બનાવી છે.ગત દિવસોમાં હુડ્ડાએ ટીમને વિદાય પાર્ટી પણ આપી. બીજી બાજુ રમ્યાએ નવી જવાબદારીને સંભાળી લેતાં વોર રૂમમાં આવેલી સોશ્યલ મીડિયાની ઑફિસમાં બેસવાનું શરૂ કરી દીધું છે.માનવામાં આવે છે કે રાહુલની સલાહ પર પાર્ટીને સોશિયલ મીડિયામાં વધુ આક્રમક બનાવવા માટે આ બદલાવ કરવામાં આવ્યો છે.આ ટીમ કોંગ્રેસની અધિકૃત વેબસાઇટ, ટ્‌વીટર, ફેસબુક જેવા અકાઉન્ટ્‌સની જવાબદારી સંભાળે છે.પરંતુ, સૂત્રોનું માનીએ તો સોશિયલ મીડિયાના પ્રમુખનો ચહેરો બદલવાથી સોશિયલ મીડિયા ટીમમાં ઘણો અસંતોષ છે.લગભગ ૪૦ લોકોની ટીમ આ ફેરફારથી ખુશ નથી. બીજીબાજુ હુડ્ડાને પાર્ટીમાં નવી અને મહત્વની જવાબદારી આપવાની ચર્ચા છે. તેમને કોઇ રાજ્યનો કાર્યભાર પણ સંભાળવા માટે આપી શકાય છે.
રામ્યા ગત લોકસભામાં કર્ણાટકમાં પેટાચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતાં પરંતુ, ૨૦૧૪માં તે હારી ગયાં. કોંગ્રેસ પાર્ટીના ટ્‌વીટર હેન્ડલનો આવો સ્માર્ટ, આત્મવિશ્વાસથી સભર અને આક્રમક રિસ્પોન્સ પાર્ટીને સ્પોટલાઇટમાં લઇ આવ્યો છે.ટ્‌વીટર અને ફેસબુકના આ એકદમ ઝડપી વિશ્વમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે ધીમી અને મંદ પ્રતિક્રિયા માટે જાણીતું છે, આ તેનાથી એકદમ વિરુદ્ધનો રિસ્પોન્સ હતો.કોંગ્રેસ પાર્ટીને સોશિયલ મીડિયામાં વધુ આક્રમક બનાવવા માટે દીપેન્દર સિંહ હુડ્ડાની જગ્યાએ કર્ણાટકની ભૂતપૂર્વ સાંસદ અને બહુચર્ચિત કન્નડ એક્ટ્રેસ રમ્યાને સોશિયલ મીડિયા ટીમની પ્રમુખ બનાવવામાં આવી છે.સિનિયર કોંગ્રેસ લીડરે એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે, “અમારી ટીમ યુવાન અને તેજસ્વી છે પણ તેની લીડરશીપ નિસ્તેજ હતી. આ જમાનામાં હવે લડાઇઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર લડવામાં આવે છે.”કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ટ્‌વીટર પર અપમાનજનક અપશબ્દોનો ઉપયોગ ન થવો જોઇએ.કોંગ્રેસ લીડર કહે છે કે રામ્યા જાણે છે કે સોશિયલ મીડિયા કેવી રીતે કામ કરે છે અને તેને ખ્યાલ છે કે અપમાનજનક વાત કર્યા વગર રિલેવેન્ટ કેવી રીતે રહી શકાય. તે બંને સ્થિતિ વચ્ચે બેલેન્સ બનાવી શકે છે.

Related posts

ब्रिटेन में ‘इंडिया ग्लोबल वीक’, पीएम मोदी वीडियो के जरिए करेंगे संबोधित

editor

२६ जून को जारी किया जाएगा एनआरसी का एक और मसौदा

aapnugujarat

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

aapnugujarat

Leave a Comment

URL