Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું હાર્ટએટેકથી નિધન

પોતાના શાનદાર અભિનયથી સિનેમા પ્રેમીઓના દિલોદિમાગ ઉપર છવાઇ ગયેલી બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી હવે અમારી વચ્ચે રહી નથી. શ્રીદેવી દુબઈમાં હતી ત્યારે જ હાર્ટએટેકના કારણે તેમનું એકાએક નિધન થતાં કરોડો ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. શ્રીદેવી ૫૫ વર્ષની હતી. શ્રીદેવીને હિન્દી ફિલ્મોની પ્રથમ સુપર સ્ટાર તરીકે પણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં શ્રીદેવીને પદ્મશ્રી સન્માનથી નવાઝવામાં આવી હતી. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી પર હાર્ટએટેક થતાં તેમનું અવસાન થયું હતું. તેમના પતિ બોની કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂરે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરી હતી. ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી. સંજય કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ દુબઈમાં જ હતા અને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે આ અહેવાલ આવ્યા હતા. હકીકતમાં શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશીની સાથે મોહિત મારવાના લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે મોટી પુત્રી જ્હાનવી પહોંચી શકી ન હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ સૌથી પહેલા સંકેતોમાં શ્રીદેવીના અવસાનની વાત કરી દીધી હતી. બોલીવુડની ચાંદનીના નામથી લોકપ્રિય શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૭૮માં આવેલી સોલવા સાવન ફિલ્મથી કરી હતી પરંતુ બોલીવુડમાં સફળતાનો સ્વાદ પાંચ વર્ષના લાંબાગાલા બાદ આવેલી હિંમતવાલા ફિલ્મથી મળી હતી. ફિલ્મમાં જીતેન્દ્રએ લીડ અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળ કલાકાર તરીકે તમિળ ફિલ્મ કંદન કરુનઈમાં પણ શ્રીદેવી દેખાઈ હતી તે વખતે તેની વય માત્ર ૪ વર્ષની હતી. ૨૦૧૨માં ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ મારફતે વાપસી કરી હતી. ગયા વર્ષે મોમ ફિલ્મમાં પણ તેની ભૂમિકાની નોંધ લેવામાં આવી હતી. જે સમયે તે બોલીવુડમાં સક્રિય થઇ રહી હતી ત્યારે દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ પહેલાથી જ સક્રિય હતી. શ્રીદેવીને બોલીવુડમાં પગ જમાવવામાં રેખાએ પુરતી મદદ કરી હતી. પરિવારના તમામ સભ્યો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. મળેલી માહિતી મુજબ શ્રીદેવીના અવસાન બાદ તેના પોસ્ટમોર્ટમ અને અન્ય તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી મોડે સુધી તેના મૃતદેહને ભારત લાવવામાં સફળતા મળી ન હતી. અંતિમ સંસ્કારને લઇને પરિવારમાં ચર્ચા બાદ જ કોઇ નિર્ણય કરવામાં આવનાર છે.
શ્રીદેવીનો જન્મ ૧૩મી ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે થયો હતો. શ્રીદેવીને છ ફિલ્મ ફેર શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ મળ્યા હતા. ૧૯૯૦ના દશકમાં સૌથી વધુ જંગી કમાણી કરનાર અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. બાળ કલાકાર તરીકે કેરિયર શરૂ કર્યા બાદ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ પ્રભુત્વ જમાવ્યું હતું. ૧૯૭૯માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનેક વખત ફિલ્મ ફેર માટે નોમિનેટ પણ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીના અવસાનથી બોલીવુડમાં અને દેશમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રીદેવીના અવસાન અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. બીજી બાજુ બોલીવુડના તમામ કલાકારોએ આઘાત વ્યક્ત કરીને પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી છે. અમિતાભ બચ્ચનથી લઇને તમામ હસ્તીઓએ આઘાતની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે, તેની પાસે કોઇ શબ્દો નથી. શ્રીદેવીને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ માટે આ એક ખુબ જ આઘાતજનક દિવસ છે. પરિવાર અને ચાહકોને આ દુખદ સમયે તાકાત મળે તેવી તે પ્રાર્થના કરે છે.
પ્રિતી ઝિંટાએ પ્રતિક્રિયામાં કહ્યું છે કે, તે આ સમાચાર સાંભળીને દુખી અને સ્તબ્ધ થઇ ગઇ છે. તેની ફેવરિટ અભિનેત્રી રહી નથી તે સમાચારથી તે આઘાતમાં છે. આવી જ પ્રતિક્રિયા અન્યોએ પણ વ્યક્ત કરી છે. રિતેશ દેશમુખે કહ્યું છે કે, આ ખુબ જ આઘાતજનક સમાચાર છે જેનાથી તે સ્તબ્ધ છે. કહેવા માટે કોઇ શબ્દો રહ્યા નથી. યુવા પેઢીમાં લોકપ્રિય જેકલિને કહ્યું છે કે, શ્રીદેવી બોલીવુડ ફિલ્મોની આઈકન અભિનેત્રી તરીકે હતી. તેમના અવસાનથી તમામ લોકો આઘાતમાં છે. અનુષ્કા શર્માએ પણ આઘાતમાં હોવાની પ્રતિક્રિયા આપી છે. સુસ્મિતા સેને કહ્યું છે કે, તે પોતે સ્તબ્ધ થઇ ગઇ છે અને એકાએક અવસાનથી તેનું નિધન થયું છે તે માની શકતી નથી.
અમિતાભ બચ્ચને પણ આવી જ પ્રતિક્રિયા આપી છે.

Related posts

सेना के ऐक्शन के बाद अब आतंकी संगठनो के अंदर छिड सकती है वर्चस्व की जंग

aapnugujarat

३० जून को मन की बात कार्यक्रम करेंगे मोदी

aapnugujarat

आमिर खान के खिलाफ कार्रवाई की मांग, गुजरात हाईकोर्ट के मुख्य न्यायाधीश को लिखा पत्र

editor

Leave a Comment

UA-96247877-1