Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આઈએસના હત્યાકાંડનો ખુલાસો : ૧૦૦૦૦ યજીદી સમુદાયના લોકોની હત્યા કરાઇ !

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા યજીદી સમુદાયના લગભગ ૧૦ હજાર લોકોની હત્યા કરી દેવામાં આવી છે અથવા તો તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. એક અભ્યાસમાં આ સંદર્ભે ખુલાસો કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આખા ઈરાકમાં આઈએસ દ્વારા ક્રૂરતાપૂર્વકના હુમલા દરમિયાન હત્યાકાંડના વાસ્તવિક આંકડાનો ક્યારેય તાળો મેળવી શકાય તેમ નથી.આ અભ્યાસ જણાવાયું છે કે હજીપણ હજારો લોકો આઈએસની કેદમાં છે. ધ ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ પ્રમાણે સાપ્તાહિક જર્નલ પીએલઓએસ મેડિસિને જણાવ્યું છે કે આ જાતીય લઘુમતી સમુદાયના લગભગ ૯૯૦૦ સભ્યોને મારી નાખવામાં આવ્યા છે અથવા તેમને બંધક બનાવવામાં આવ્યા છે. ઓગસ્ટ-૨૦૧૪માં ૩૧૦૦ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. તેમાથી અડધા લોકોને માથામાં ગોળી મારીને, શિરચ્છેદ કરીને અથવા જીવતા બાળી નાખીને હત્યા કરવામાં આવી હતી.જ્યારે બાકી અન્યોને માઉન્ટ સિંજર પર આઈએસની કેદમાં ભૂખમરા, ડિહાઈડ્રેશન અથવા ઈજાઓને કારણે મોત નીપજ્યા હતા. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે આતંકવાદીઓના ક્રૂરતાપૂર્વકના હુમલામાં અન્ય ૬૮૦૦ યજીદીઓને બંધક બનાવવામાં આવ્યા છે. તેમાના એક તૃતિયાંશ સર્વે દરમિયાન હજીપણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. અમેરિકા, બ્રિટન, ઈઝરાયલ અને ઈરાકી કુર્દિસ્તાનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણકારી મળી છે કે આઈએસના અત્યાચારોની સૌથી વધુ ખરાબ અસર બાળકોને થઈ છે.

Related posts

Taiwan names senior diplomat Baushuan Ger as its new representative to India

editor

Turkey’s airstrikes at Iraq’s Northern province, 4 died

aapnugujarat

અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનનાં બેવડા વલણનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

URL