Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના ડેલિગેશનની દલાઈ લામા સાથે મિટિંગથી ચીન અકળાયું

બુધવારે અમેરિકાના ડેલિગેશને ભારતમાં દલાઈ લામા સાથે કરેલી મુલાકાતનો ચીને ડિપ્લોમેટિક રીતે વિરોધ કર્યો છે. ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમેરિકન કોંગ્રેસના ડેલિગેશનની દલાઈ લામા સાથે મુલાકાત દુનિયા માટે તિબેટિયન ઈન્ડિપેન્ડેન્શના સપોર્ટને સ્ટ્રોંગ સિગ્નલ છે. અમેરિકન કોંગ્રેસની આઠ સભ્યોની એક ટીમ દલાઈ લામાને મળવા ભારતના બે દિવસના પ્રવાસે છે અહીં તેઓએ ધર્મશાળામાં દલાઈ લામા સાથે મિટિંગ કરી હતી.ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમેરિકન કોંગ્રેસમેને દલાઈ લામા સાથે કોઈપણ જાતનો કોન્ટેક્ટ રાખવો જોઈએ નહીં. અમેરિકન કોંગ્રેસની ટીમની દલાઈ લામા સાથે મિટિંગ દર્શાવે છે કે અમેરિકા તિબેટની સ્વતંત્રતાના સપોર્ટમાં નથી.
આઠ મેમ્બર્સના એક એમેરિકન ડેલિગેશને દલાઈ લામા સાથે ધર્મશાળામાં મુલાકાત કરી હતી. ડેલિગેશન મંગળવારે અહીં પહોંચ્યું હતું. આ મિટિંગ દરમિયાન ડેલિગેશને તિબ્બત પ્રત્યે અમેરિકાના કમિટમેન્ટ અંગે ચર્ચા કરી તથા ડેલિગેશનમાં સામેલ જિમ મેકગવર્નએ કહ્યું કે ચીની ઓફિશિયલ્સના વિઝા પર એવી રીતે રોક લગાવવી જોઈએ જેવી તિબ્બત-અમેરિકન્સને તિબ્બત જવા માટે વિઝા આપવા ચીન મનાઈ કરે છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ડેલિગેશનને લીડ હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવના માઈનોરિટી લીડર નેંસી પેલોસીએ કર્યું હતું. ડેલિગેશન બે દિવસ ભારત પ્રવાસે આવ્યું છે. જેમાં પેલોસી સહિત જિમ સેંસનબ્રેનર, ઈલિયટ એંગલ, જિમ મેકગવર્ન, બેટ્ટી મેકકોલમ, જુડી ચૂ, જોયસી બેટ્ટી અને પ્રમિલા જયપાલ સામેલ છે. ભારતીય મૂળની પ્રમિલા જયપાલ પ્રથમવખત હાઉસ ઓફ રેપ્રેસેન્ટેટિવ તરીકે ચૂંટાઈ છે. આ ડેલિગેશને તિબ્બતના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૫૯માં ચીનમાંથી ભાગ્યા બાદથી દલાઈ લામા ભારતમાં જ રહે છે.
જિમ મેકગવર્ને કહ્યું ચીની શખ્સ અમેરિકા પોતાની મોટી પહોંચનો ફાયદો ઉઠાવે છે, જ્યારે યુએસ ડિપ્લોમેટ્‌સ, જર્નાલિસ્ટ્‌સ અને ટૂરિસ્ટ તિબ્બત જઈ શકતા નથી, તિબ્બત-અમેરિકન્સ પોતાના જન્મ સ્થાન પર જવા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યાં છે, આ નીતિ અસહનીય છે.નેંસી પેલોસ હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવની પૂર્વ સ્પીકર છે, તે ઘણા સમયથી તિબ્બતના લોકોના સપોર્ટમાં લડી રહી છે, છેલ્લે તે ૨૦૦૮માં ધર્મશાળા આવી હતી અને બેજિંગ ઓલિમ્પિક બાદ તિબ્બતમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે ત્યાંના લોકો સાથે વિરોધમાં પણ જોડાઈ હતી.દલાઈ લામા સાથે મુલાકાત બાદ એક ડેમોક્રેટ લીડરે ટ્‌વીટ કર્યું કે અમારું ડેલિગેશન આસ્થા અને શાંતિની ભાવના સાથે દલાઈ લામાને મળ્યું અને તિબ્બતના લોકો પ્રત્યે અમારા કમિટમેન્ટનું પ્રદર્શન કર્યું.અમેરિકન્સ ડેલિગેશને સેન્ટ્રલ તિબ્બતીયન એડમિનિસ્ટ્રેશનના પ્રેસિડન્ટ અને નિર્વાસિત પ્રધાનમંત્રી લોબસાન્ગ સંગાય સાથે પણ મુલાકાત કરી હતી.

Related posts

ગાઝા પટ્ટીમાં ઇઝરાઇલનો હુમલો

editor

સીરિયાના કુર્દ પર તુર્કીનો હવાઈ હુમલો

editor

ન્યૂ ઓર્લિયન્સના ગોળીબારમાં 10 વર્ષિય બાળકનું મોત, 2 યુવાન ઘાયલ

editor

Leave a Comment

URL