Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિજય માલ્યા, લલિત મોદી સંદર્ભે ખર્ચ અંગેની વિગત આપવા સીબીઆઈનો ઇનકાર

લલિત મોદી અને વિજય માલ્યા જેવા ફરાર થયેલા બિઝનેસ કારોબારીઓને ભારત લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ઉપર થયેલા ખર્ચની વિગત આપવાનો સીબીઆઈએ ઇન્કાર કરી દીધો છે. આરટીઆઈ એક્ટ હેઠળ તેમને પરત લાવવા માટે ખર્ચની રકમ અંગે માહિતી આપવામાં આવી નથી. જો કે, આરટીઆઈ એક્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જાહેર સત્તા દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સંબંધિત માહિતી આપવાથી ખચકાટ અનુભવ હોવો જોઇએ નહીં. માહિતી નહીં આપવાની બાબત કોઇપણ મુક્તિ સાથે જોડાયેલી નથી. પુણે સ્થિત કાર્યકર વિહાર ધ્રુવ દ્વારા માંગવામાં આવેલી માહિતીના સંદર્ભમાં સીબીઆઈએ કોઇ માહિતી આપવાનો હાલ ઇન્કાર કર્યો છે. વિજય માલ્યા અને લલિત મોદીને ભારત પરત લાવવા સીબીઆઈના પ્રયાસોને લઇને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગેની વિગત આરટીઆઈ કાર્યકર દ્વારા માંગવામાં આવી હતી. કુલ કાયદાકીય ખર્ચ, પ્રવાસ ખર્ચ કેટલો થયો છે તે અંગેની માહિતી કાર્યકરે માંગી હતી. માલ્યાને પરત લાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચની વિગતો માંગવામાં આવી છે. માલ્યા ૯૦ અબજ રૂપિયાના બેંક લોન ડિફોલ્ટ કેસમાં વોન્ટેડ છે. આઈપીએલ મની લોન્ડરિંગ કેસમાં તપાસને લઇને લલિત મોદીને ભારત લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ માલ્યા અને મોદી બંને હાલમાં લંડનમાં છે અને આ બંનેએ આક્ષેપોને રદિયો આપ્યો છે. આરટીઆઈ અરજી નાણા મંત્રાલય દ્વારા સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. આના જવાબમાં સીબીઆઈએ કહ્યું છે કે, આરટીઆઈ એક્ટ હેઠળ કોઇપણ માહિતી જાહેર કરવાથી તે મુક્ત છે. અલબત્ત સરકારના જાહેરનામામાં આ પ્રકારની બાબતનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. આરટીઆઈ એક્ટની કલમ ૨૪ હેઠળ ચોક્કસ સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા પારદર્શક કાયદામાંથી મુક્તિ આપેલી છે. દિલ્હી હાઈકોર્ટે પણ ભારપૂર્વક કહ્યું છે કે, કલમ ૨૪ હેઠળ લિસ્ટેડ રહેલી સંસ્થાઓ પણ કોઇ જાહેરાત માહિતીની કરવાથી મુક્તિ હોવાનો દાવો કરી શકે નહીં.

Related posts

चंद्रयान २ पर बोले पीएम : चंद्रमा को छूने की हमारी इच्छाशक्ति और बढ़ी

aapnugujarat

ગુજરાતભરમાં તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ : ૭નાં મોત

aapnugujarat

અંકુશરેખા પર પાકિસ્તાની ગોળીબારથી દહેશત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1