સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દેશ માટે શહીદ થનાર જવાનો પર વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી વિવાદના ઘેરામાં આવી ગયા છે. અખિલેશ યાદવે આજે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતમાંથી રહેલા જવાનો જ શહીદ થઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી કોઈ શહીદ થયા નથી. અખિલેશે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી જવાનો શહીદ થઈ રહ્યા છે. ગુજરાતના કોઈ જવાન શહીદ થયા નથી. જમ્મુ અને કાશ્મીરના સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓના હુમલામાં એક યુવા કાશ્મીરી લશ્કરી અધિકારી શહીદ થઈ ગયા છે. આજે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અધિકારી એક લગ્ન પ્રસંગમાં શામેલ થવા માટે ગયા હતા. જ્યાંથી ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ કાયરતાપૂર્વકનું કૃત્ય કરીને હત્યા કરી નાખી હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયાએ કહ્યું છે કે કેટલાક આતંકવાદીઓએ મંગળવારના દિવસે રાત્રે સેનાના અધિકારીનું અપહરણ કરી લીધું હતું. યુવા અધિકારી ઉમર ફયાઝનું અપરણ કરાયા બાદ તેની હત્યા કરાઈ હતી.
બીજી બાજુ સેનાએ ફયાઝને શ્રદ્ધાંજલિ આપીને તેમની હત્યા માટે જવાબદાર લોકોને સજા કરવાની પણ ખાતરી આપી છે. આ અધિકારીનો મૃતદેહ દક્ષિણ કાશ્મીરમાં સોપીયનમાંથી મળી આવ્યો હતો. જમ્મ્-કાશ્મીરના અખનૂરના અધિકારી ઉમર ફયાઝનું અપહરણ કરાયું ત્યારે તેઓ રજા ઉપર હતા અને પરિવારના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે કુલગામ ગયા હતા. અખિલેશ યાદવના નિવેદનથી લોકોમાં રોષ વધુ વધી જાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાછલી પોસ્ટ