Aapnu Gujarat
રાષ્ટ્રીય

સહારનપુર હિંસા મામલે બે અધિકારીના ટ્રાન્સફર

સહારનપુરમાં જાતિ આધારિત હિંસાના બનાવ બાદ બે પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. આ હિંસામાં ૨૦ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. સાથે સાથે એક પોલીસ ચોકીને પણ આગ ચાંપવામાં આવી હતી. સંજયસિંહ અને એસપી (રૂરલ) રફીક અહેમદની સહારનપુરમાંથી બદલી કરી દેવામાં આવી છે. નવા એસપી (સીટી) મામલાની નોંધ લીધી છે. પથ્થરમારાના બનાવ બન્યા હતા. સાથે સાથે હિંસક અથડામણપણ સહારનપુરમાં થઈ હતી. જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ તંગ બની ગઈ હતી. શુક્રવાર બાદથી જાતિ આધારીત હિંસાનો દોર ચાલી રહ્યો હતો. જોકે હવે શહેરમાં સંપૂર્ણપણે શાંતિ છે. પોલીસના કહેવા મુજબ દલિતની એક સંસ્થાએ મહાપંચાયત યોજવા માટેની પરવાનગી માંગી હતી. ગયા સપ્તાહમાં આંતરજાતિય અથડામણમાં અસર પામેલા લોકોને વળતર આપવા માટે શહેરના ગાંધીપાર્કમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન હિંસાની શરૂઆત થઈ હતી. ભાગદોડ જેવી ઘટનાઓ અને તંગદિલી મહાપંચાયત દરમિયાન થઈ હતી. ગયા સપ્તાહમાં જાતિ આધારીત હિંસાના બે બનાવમાં એકનું મોત થયું હતું અને અન્ય ૧૫ લોકો ઘાયલ થયા હતા. આ બનાવના કારણે પથ્થરમારાના બનાવ શરૂ થઈ ગયા હતા.

Related posts

એરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

aapnugujarat

२०१९ चुनाव : कांग्रेस का हाथ नहीं पकड़ेगी एसपी

aapnugujarat

बारिश में डूबे केरल, कर्नाटक, गुजरात, एक दिन में ३३ मौत

aapnugujarat

Leave a Comment

URL