Aapnu Gujarat
બ્લોગ

પંજાબ નેશનલ બેંકે ભારતને આર્થિક મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે…

૧૧ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યાં બાદ પંજાબ નેશનલ બેંક વિવાદો વચ્ચે ઘેરાઇ છે. ભલે દેશની અન્ય મોટી બેંકોનેે વિજય માલ્યાથી લઇને નીરવ મોદી જેવા મોટા બિઝનેસમેને ચૂનો લગાવ્યો હોય પરંતુ બેંકનો ઇતિહાસ ભારતને આર્થિક મજબૂતાઇ આપનારો છે.તમને તે જાણીને નવાઇ લાગશે કે બેંકનો ઇતિહાસ ૧૨૨ વર્ષ જૂનો છે. ૧૯૦૦માં બેંકની પહેલી બ્રાન્ચ લાહોરની બહાર કરાંચી-પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) ખોલવામાં આવી હતી જેને શરૂ કરવામાં સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયનું મહત્વપૂર્ણ યોગદાન હતું.તે સમયે લાલા લજપત રાયની સાથે સ્વદેશી અભિયાનમાં જોડાયેલા દયાળુસિંહ મજીઠિયા, પંજાબના પહેલા ઉદ્યોગપતિ લાલા હરકિશન લાલ, કાલી પ્રસન્ન રૉય, પારસી ઉદ્યોગપતિ ઇસી જેસ્સાવાલા, મુલ્તાનના રઇસ પ્રભુ દયાળ, જયશી રામ બખ્શી અને લાલા ડોલન દાસે બેંકનો પાયો નાંખ્યો હતો. આ બેંક સંપૂર્ણ રીતે ભારતીય મૂડી સાથે શરૂ કરવામાં આવી હતી. તે સમયે ૧૪ મૂળ શેર ધારકો અને ૭ ડાયરેક્ટરોએ બહુ ઓછા શેર લીધાં હતાં, તેની પાછળનું કારણ એ હતું કે બેંક સામાન્ય લોકોના સંપર્કમાં હોય અને તેનો કંટ્રોલ અન્ય શેરધારકો પાસે રહી શકે. બેંકમાં મહાત્મા ગાંધી સહિત લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરૂ, જલિયાવાલા બાગ કમિટીના પણ ખાતા હતાં.પંજાબ નેશનલ બેંકનું રાષ્ટ્રીયકરણ ૧૯૬૯માં અન્ય બેંકો સાથે થયું હતું. આજે બેંકની શાખાઓ બ્રિટન, હોંગકોંગ, કાબુલ, શાંઘાઇ અને દુબઇમાં પણ છે. આજે પંજાબ નેશનલ બેંકના કુલ ૧૦ કરોડ ખાતાધારકો છે. દેશના પંજાબ નેશનલ બેંકની ૬૯૪૧ શાખાઓ છે અને ૯૭૫૩ એટીએમ સેન્ટર છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં બેંકની કુલ ડિપોઝીટ ૬.૩૬ લાખ કરોડ હતી. પીએનબીનું કુલ એપીએ ૫૭૬૩૦ કરોડ રૂપિયા છે.૧૧ હજાર ચારસો કરોડના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડમાં સીબીઆઇની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઇએ કહ્યુ છે કે નીરવ મોદીએ મોટા ભાગનો ગોટાળાને અંજામ આપ્યો તેમાં ર૦૧૭ – ૧૮માં જારી કરાયેલા લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગનો ઉપયોગ થયો છે. સીબીઆઇએ ગુરૂવારે કહ્યુ હતુ કે નીરવ મોદી અને તેના પરિવારના લોકો એલઓયુના માધ્યમથી ફેરાફેરી કરતા હતા. આ માટે ર૦૧૭માં જૂના એલઓયુને પણ રિન્યૂ કરાયા છે. સીબીઆઇએ મેહુલ ચોક્સી સામે પણ ફરિયાદ દાખલ કરી છે જેમાં ર૦૧૭-૧૮માં ૧૪૩ એલઓયુ જારી કરીને પીએનબીને ચાર હજાર ૮૮૬.૭ર કરોડનો ગોટાળો કર્યો છે. નિરવ મોદી આણી મંડળીની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થતા સામે આવ્યુ છે કે એલઓયુને રિન્યૂ કરીને તેઓ બેંકોને ચૂનો ચોપડતા હતા. તેમણે ર૦૧૭માં ઘણા જુના એલઓયુ રીન્યુ પણ કરાયા હતા. આ અંગે સીબીઆઇએ શુક્રવારે પીએનબીના ચાર અધિકારીઓની પૂછપરછ પણ કરી છે.
આ ચારેય અધિકારીઓ ર૦૧૪થી ર૦૧૭ વચ્ચે નીરવ મોદીની કંપની સાથે વ્યવહાર કરતા હતા. આ અધિકારીઓમાં નરીમાન પોઇન્ટ બ્રાન્ચના ચીફ મેનેજર બેચુ બી તિવારી, હાલના ડીજીએમ સંજયકુમાર પ્રસાદ, તે વખતના કોનકરંટ ઓડિટર મોહિંદર કે શર્મા અને હોલ્ડિંગ ઓફિસમાં ર૦૧૪થી ર૦૧૭ વચ્ચે સિંગલ વિન્ડો ઓપરેટર તરીકે કામ કરનારા મનોજ ખરાતનો સમાવેશ થાય છે.ગુરૂવારે મેહુલ ચોક્સી સામે નોંધાયેલી ફરિયાદ મુજબ ગોકુલનાથ શેટ્ઠી અને મનોજ ખરાતે મેહુલ સાથે મળીને ર૦૧૭- ૧૮માં પીએનબી સાથે ૪ હજાર ૮૮૬.૭ર કરોડનો ચૂનો ચોપડયો હતો. જેમાં એલઓયુ અને એલસીનો દૂરપયોગ કરાયો હતો. સીબીઆઇની આ ફરિયાદમાં મેહુલ ચોક્સી સહિત સોળ જણાનો સમાવેશ થાય છે. જેમાં ગીતાંજલી જેમ્સ, ગીલી ઇન્ડિયા, નક્ષત્ર કંપની ઉપરાંત એક મેનેજિંગ ડિરેક્ટર, દસ ડિરેક્ટર, પીએનબીના બે અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ ફરીયાદ મુજબ મેહુલ ચોક્સીને ૧૪૩ એલઓયુ ઉપરાંત રર૪ ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ પણ પીએનબી દ્વારા ઇશ્યૂ કરાયા હતા.પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડે રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ અને ભાજપ બંને આ ફ્રોડની જવાબદારી એક બીજાના માથે નાખી રહ્યા છે. જોકે તેમ છતાં ફ્રોડ દરમિયાન કેટલીક ભૂલો થઈ છે. જેના પર હજુ સુધી લોકોનો ધ્યાન ગયુ નથી. ત્યારે કૌભાંડની સાત મોટી ભુલ પર નજર કરીએ તો.
જ્યારે લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર કરાય ત્યારે તેને બેન્કને મોકલવામાં આવે છે. જે તે પ્રક્રિયામાં મુખ્ય છે..આ કેસમાં ૨૦૧૦થી સતત ઘણી વખત લેટર ઓફ અંડરટેકિંગ જાહેર કરાયો. પરંતુ સવાલ તે છે કે, દરેક વખતે તેને વિદેશી બ્રાંચમાંથી મંજૂરી કોણ આપતુ હતું.
લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર થયા બાદ બે બેંકોની વચ્ચે સંધિ પ્રક્રિયા થાય છે.જે લોનની પ્રક્રિયાની તપાસ કરી છે.ત્યારે આ કેસમાં આ પ્રકારની કોઈ પ્રક્રિયાનું પાલન થયુ નથી
જો લોન ચુકવવાનો નિયત સમય વિતી જાય છે તો બેંકની તરફથી ઓડિટ કરવામાં આવે છે. તેવામાં શું કોઈ પણ બેંક ઓડિટરે આ પ્રકારની ચિંતા તરફ ધ્યાન નહી આપ્યુ હોય તેવો સવાલ થઈ રહ્યો છે
જ્યારે પણ લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર થાય છે તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. જોકે આ કેસમાં વારંવાર નાના લેવલના અધિકારીઓનું નામ જ સામે આવે છે.
લેટર ઓફ અંડર ટેકિંગ બાદ બેન્ક ખાતાની બ્રાન્ચ અને હેડ ઓફિસ લેવલ પર ઈન્ટરનલ તપાસ કરતી હોય છે..આ પ્રક્રિયાની તપાસ આરબીઆઈ લેવલ પર પણ થાય છે..જોકે આ મામલે તેમાં ગડબડી જોવા મળી છે.ચીફ વિજીલેન્સ ઓફિસર જે પણ તપાસ કરે છે તે બેંકના એમડીને નહી પરંતુ ચીફ વિજિલન્સ કમિશનરને રિપોર્ટ કરે છે. પરંતુ જો આ કૌભાંડ સાત વર્ષથી ચાલતો હતો તો શું કઈ પણ અધિકારીના નજરે ગડબડી જોવા ન મળી.દરેક બેંકનાં બોરડ ઓફ ડાયરેક્ટરમાં એક આરબીઆઈના અધિકારી સામેલ હોય છે. જોકે આ કેસમાં કોઈ પીએનબી કે કોઈ આરબીઆઈ લેવલના અધિકારીને ગોટાળાની ખબર ન પડી તે વાત કઈ રીતે શક્ય બને તે સવાલ ઉઠી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંક સાથે કરોડોની છેતરામણીનો આંકડો ૧૧,૪૦૦ કરોડથી વધીને ૧૭ હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.અને આ શક્યતા આવકવેરા વિભાગે એક નિવેદનમાં વ્યક્ત કરી છે.બેંક સાથે છેતરપીંડીના કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ ચલાવી રહી છે. ઈડીએ નિરવ મોદીના કેસમાં આશરે ૨૧ જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા છે. પાડવામાં આવ્યાં હતાં જે દરમિયાન સોના અને જવેરાત તેમજ ડાયમંડ મળી કુલ ૨૫ કરોડ રૂપિયાના મુલ્યની વસ્તુઓ જપ્ત કરાઇ છે.આવકવેરા વિભાગે જણાવ્યું છે કે માર્ચ, ૨૦૧૭ની સ્થિતિ મુજબ અબજોપતિ જવેલર નીરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોકસી સાથે સંકળાયેલી કંપનીઓને ૧૧,૪૦૦ કરોડ રૂપિયાની લોન અને બેંક ગેરંટી આપવામાં આવી છે. જો કે આવકવેરા વિભાગને માનવું છે કે બેંકોને આ કૌભાંડને કારણે થયેલું નુકસાન ૧૧,૪૦૦ કરોડ રૂપિયાથી વધારે છે.આવકવેરા વિભાગે નિરવ મોદી અને તેમની ગ્રુપ કંપનીઓમાં તપાસનો વ્યાપ વધાર્યો છે. અત્યાર સુધીમાં નિરવ મોદી અને તેની કંપનીઓની ૨૯ મિલકતો અને ૧૦૫ બેંક ખાતા જપ્ત કરી લેવામાં આવ્યા છે.
સરકારમાં ભ્રષ્ટાચારની તપાસ કરતા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનએ પીએનબીના મેનેજમેન્ટ અને નાણા મંત્રાલયના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.પંજાબ નેશનલ બેંકના અબજો રૂપિયાના મહાકૌભાંડના આરોપી નીરવ મોદીના બ્લડમાં ડાયમંડ બિઝનેસ છે. પોતાના વારસાગત બિઝનેસમાં જ તે આગળ વધ્યો. જો કે નિરવ મોદી હીરા વેપારીના બદવે હીરા મેકરના રૂપમાં પોતાની ઓળખ બનાવવા ઇચ્છતો હતો. ત્યારે આવો જાણીએ ક્યા કયા દેશોમાં ફેલાયેલો હતું નીરવ મોદીનું બિઝનેસ સામ્રાજ્ય.
નિરવ મોદીનું બિઝનેસ સામ્રાજ્ય માત્ર ભારત જ નહીં તેના સિવાય વિશ્વનાં ઘણાં દેશોમાં ફેલાયેલું હતું. એક રિપોર્ટ મુજબ નિરવ મોદીના કારોબારમાં રિટેલ સ્ટોરની સાથે ૨૬ સહાયક કંપનીઓ હતી. આ સામ્રાજ્ય અમેરિકા, ચીન, ઇંગ્લેન્ડ, સહિત ઓછામાં ઓછા ૧૦ દેશોમાં ફેલાયેલું હતું. નિરવ મોદી પોતાની જ્વેલરી વિષે દાવો કરતો હતો કે તેના બનાવેલા હીરાના આભૂષણો આર્ટ, આર્કિટેક્ચર, પોએટ્રી, નેચર અને મ્યૂઝીકથી ઇન્સપાયર હોય છે. નિરવના પિતાએ બેલ્જિયમમાં હીરાની દુકાન શરૂ કરી હતી. નિરવનું ઘર પણ અહીં જ આવેલું છે. તે જ કારણે નિરવ અને તેનો ભાઇ નિશાલ પણ બેલ્જીયમમાં જ મોટા થયા. બેલ્જીયમને હીરાની રાજધાની કહેવામાં આવે છે. નિરવના બિઝનેસની ખાસ વાત એ હતી કે તે દુનિયાભરમાંથી હીરા ખરીદતો હતો અને તેના આભૂષણ તૈયાર કરીને જુદા જુદા માર્કેટમાં વેચતો હતો.નીરવનો બિઝનેસ ઝડપથી એટલે પણ વધ્યો કારણ કે તેની કંપનીએ અમેરિકા, બેલ્જીયમ અને અર્મેનિયામાં ઝડપથી ડાયમંડની નાની દુકાનો ખરીદવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૦માં નિરવ મોદી રિયો ટિન્ટોની સાથે ભાગીદારી કરીને રેર આર્ગાઇલ પિંક ડાયમંડ વેચવા લાગ્યો હતો.આઈઆઈએમ બેંગાલુરુની સ્ટડીમાં સામે આવ્યું છે કે દેશની સરકારી બેંકોને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ સુધીમાં ૨૨૭.૪૩ અબજ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. જ્યારે કે સૂચના અને ટેક્નોલોજી પ્રધાન મણિશંકર પ્રધાને રિઝર્વ બેંકો ઓફ ઈન્ડિયાના આંકડાને આધારે સંસદમાં જણાવ્યું હતુ કે પહેલી જાન્યુઆરીથી ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં કુલ ૧૭૯ કરોડના બેંકોમાં થયેલા ૨૫ હજાર ૮૦૦ ગોટાળા સામે આવ્યા છે. આ ગોટાળા ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા કરવામાં આવ્યા હતા.
માર્ચ ૨૦૧૭માં આરબીઆઈ જે આંકડા જાહેર કર્યા તે મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૬ – ૧૭ માં પહેલા નવ મહિનામાં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી એક લાખ રૂપિયા કે પછી તેથી વધુની રકમના ૪૫૫ ખોટા ટ્રાન્ઝેક્શન પકડાયા છે. જ્યારે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ૪૨૯, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ૨૪૪, એચડીએફસી બેંકના ૨૩૭ ખોટા ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ખોટા ટ્રાન્ઝેક્શનોમાં એસબીઆઈના ૬૪ કર્મચારીઓ, એચડીએફસી બેંકના ૪૯ કર્મચારીઓ જ્યારે કે એક્સિસ બેંકના ૩૫ કર્મચારીઓની ભૂમિકા હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૬ દરમ્યાન ૧૭૭.૫૦ અબજ રૂપિયાના ગોટાળાના ૩ હજાર ૮૭૦ કેસ નોંધાયા છે. આ ગોટાળામાં ખાનગી અને સરકારી બેંકોના ૪૫૦ કર્મચારીઓ સંડોવાયેલા હતા.

Related posts

નબળું ચોમાસું : મોદીની મૂંઝવણ વધશે

aapnugujarat

सदैव बुजुर्गों का सम्मान करें!!!!

aapnugujarat

સોમનાથ તીર્થનાં દર્શને આવ્યાં સવા ફુટના બાપુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1