Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી : સેંસેક્સમાં ૨૩૬ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે ચાવીરુપ બેંકિંગ સેક્ટરમાં તીવ્ર ઘટાડો થવાના લીધે અફડાતફડી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જે બેંકિંગ શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો તેમાં પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંકનો સમાવેશ થાય છે. આજે કારોબારના અંતે ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૨૩૬ પોઇન્ટ ઘટીને ૩૩૭૭૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડરનિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટી ૧૦૩૭૮ની સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. એશિયન બજારમાં સારા વૈશ્વિક પરિબળો વચ્ચે તબક્કાવારરીતે સુધારો થયો હતો. જાપાનના નિક્કીમાં બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના શેરમાં પણ ઉછાળો રહ્યો હતો. કારોબાર સામાન્ય કરતા ધીમીગતિએ આજે રહ્યો હતો. કારણ કે અમેરિકા અને સાથે સાથે ગ્રેટર ચીનમાં માર્કેટ રજાઓનો ગાળો હાલમાં રહ્યો છે. શેરબજારમાં નિફ્ટીમાં એફ એન્ડ ઓ પૂર્ણાહૂતિ સપ્તાહની અસર જોવા મળી હતી. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને છેલ્લા સપ્તાહથી તીવ્ર ઘટાડો નોંધાયા પછી જાપાનના શેરબજારમાં રિકવરી રહી હતી. અંતે તેમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. શેરબજારમાં નવા સપ્તાહમાં ક્રુડ ઓઇલની કિંમતો, રૂપિયાની ચાલ, યુએસ પેડરલની બેઠક, પીએનબી બેંક ફ્રોડ સહિતના પરિબળોની અસર રહેશે. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પીએનબી ફ્રોડની સીધી અસર જોવા મળી રહી છે. બેંકિંગ શેરોમાં આના કારણે તીવ્ર કડાકો બોલી ગયો છે. ફુગાવાને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. પીએનબી ફ્રોડની અસર હાલ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

કાશી વિશ્વનાથના મંદિરમાં મોદીએ કરેલી પૂજા

aapnugujarat

RCEP समझौते पर हस्ताक्षर नहीं करेगा भारत

aapnugujarat

ત્રાસવાદીઓને હુમલા કરવા એક નબળી સરકારનો ઇંતજાર : અયોધ્યા, કોસાંબી અને ઈટારસીમાં મોદી દ્વારા વિરોધીઓ ઉપર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1