Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

કુલભૂષણ ની સજા ઉપર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસનો સ્ટે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં આજે પાકિસ્તાનને ફટકો પડે તેવી પહેલરૂપે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઈસીજે) દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા ઉપર સ્ટે મુકી દીધો છે. નેધરલેન્ડના હેગ શહેરમાં સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ હવે ૧૫મી મેના દિવસે જ્યારે ખુલશે ત્યારે કુલભૂષણ જાધવના કેસમાં ભારતની રજુઆત સાંભળશે. આની સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદાઓના અમલીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ થઈ જશે અને નવો ઈતિહાસ રચાશે. ભારત તરફથી હરિશ સાલ્વે જાધવના કેસ પર ભારત તરફથી રજુઆત કરશે. એવી આશા છે કે ભારત અને પાકિસ્તાન બંને આ મામલામાં પોતાની દલીલો ઈન્ટરનેશનલ કોર્ટ સમક્ષ રજુ કરશે. એમ માનવામાં આવે છે કે આઈસીજેમાં ભારત તરફથી ખૂબ જ સાવધાનીપૂર્વક કાયદાકીય પહેલને અંજામ આપવામાં આવતા પાકિસ્તાન પણ હેરાન થઈ ગયું છે. ભારતની માંગણી પર આઈસીજે દ્વારા ટૂંકા ગાળાના પગલાં લઈને જાધવની ફાંસી ઉપર હાલ પુરતા સ્ટેનો આદેશ કરી દીધો છે. પાકિસ્તાન હવે ૧૯મી મે પહેલા જાધવને ફાંસી આપી શકે નહીં. મૃત્યુદંડની સજાને પરત લઈ શકાશે નહીં પરંતુ આઈસીજેનો આ નિર્ણય જાધવ અને ભારતને ચોક્કસપણે રાહત આપી શકે છે. આ મામલામાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહેલા ભારત તરફથી એવા પ્રયાસ હતા કે કોઈ રીતે જાધવની ફાંસી ઉપર સ્ટે મુકી શકાય. જેથી ભારતે આંતરરાષ્ટ્રીય કાયદામાં દાવપેચનો લાભ લીધો હતો. ભારત અને પાકિસ્તાન બંનેએ ૧૯૬૦માં આઈસીજેનો હિસ્સો બન્યા હતા. અલબત્ત બંને પક્ષોની તરફથી દાખલ કરવામાં આવેલા વિરોધ પત્રના કારણે આ દેશ એકબીજાની સામે કેસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આજ કારણ છે કે ભારત કારગિલ શહીદ સૌરભ કાલીયાના મર્ડરના મામલામાં પાકિસ્તાન સામે મામલો આઈસીજેમાં રજુ કરી શક્યું ન હતું. આવી જ રીતે કારગિલના યુદ્ધમાં ભારતીય હવાઈદળ દ્વારા પાકિસ્તાની વિમાનને તોડી પાડવાના મામલામાં પણ પડોશી દેશ કોઈ પગલાં લઈ શક્યું ન હતું. ભારતે કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તે પાકિસ્તાન દ્વારા ફાંસી આપવાના મામલામાં ઈન્ટરનેશનલ કાયદાનો ભંગ તરીકે ગણાવે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઇસીજે) દ્વારા ભારતીય નાગરિક કુલભુષણ જાધવને પાકિસ્તાન દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આની સાથે જ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પત્ર લખીને જાધવને ફાંસીની સજા પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતીય નૌકા સેનાના નિવૃત અધિકારી કુલભુષણ જાધવને જાસુસીના મામલામાં દોષિત ઠેરવીને પાકિસ્તાનની સેના દ્વારા ફાંસીની સજા ફટકારી દેવામાં આવી હતી. ભારત સરકારે પાકિસ્તાની સેના દ્વારા કરવામા ંઆવેલી સજાની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આઠમી મેના દિવસે અપીલ દાખલ કરી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કહ્યુ હતુ કે જાધવને પોતાની રજૂઆત કરવાની તક આપવી જોઇએ. તેમને રજૂઆતની તક આપવામાં આવી નથી. તેમને ભારતીય હાઇ કમીશનરના અધિકારીઓને મળવાની મંજુરી પણ આપવામાં આવી રહી નથી. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય પર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે જાધવની માતાને આ સંબંધમાં વાત કરીને માહિતી આપવામાં આવી છે. સ્વરાજે કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવ તરફથી કેસ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કરી રહ્યા છે. જાધવના મામલે દેશમાં ભારે હોબાળો થઇ ચુક્યો છે. પાકિસ્તાનના નિર્ણયની સામે દેશના લોકોમાં નારાજગી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ પહેલાથી જ તંગ છે ત્યારે આ ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે. જાધવ પર પાકે આક્ષેપ કર્યા છે.

Related posts

चीन के सैन्य विकास को बढ़ा चढ़ाकर पेश कर रहा है भारत

aapnugujarat

सुकमा अटैक में शामिल चार नक्सली गिरफ्तार हुए

aapnugujarat

બીજી બે સરકારી યોજનાઓ માટે આધારકાર્ડ ફરજિયાત બનાવાયું

aapnugujarat

Leave a Comment

URL