Aapnu Gujarat
મનોરંજન

ડાયના પેન્ટી ફરહાન સાથે લખનૌ સેન્ટ્રલમાં ચમકશે

ખુબસુરત સ્ટાર ડાયના પેન્ટી બોલિવુડમાં પોતાની કેરિયરને આગળ વધારવા માટે કમર કસી ચુકી છે. તેની પાસે હવે ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હાલમાં તે લખનૌ સેન્ટ્રલ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તે ફરહાન અખ્તર સાથે નજરે પડનાર છે. તે ફેશનની દુનિયામાં વધારે આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. ફિલ્મોમાં વધારે સફળતા ન મળતા તે હવે ફરી ફેશનને લઇને સક્રિય થઇ રહી છે.તેનુ કહેવુ છે કે આના માટે પ્રાથમિક તૈયારી કરી રહી છે. ડાયના છેલ્લે હેપ્પી ભાગ જાયેગી નામની ફિલ્મમાં દેખાઇ હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં ફિલ્મોમા પણ કામ જારી રાખનાર છે. જો કે તેને છેલ્લા કેટલાક સમયથી સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. મોડલિંગમાં નોંધપાત્ર સફળતા મેળવી લીધા બાદ તે વર્ષ ૨૦૧૨માં બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે સેફઅલી ખાન અને દિપિકાની પણ ભૂમિકા હતી. આ ફિલ્મ કોકટેલ હતી. તેની પાસે હાલમાં જે ફિલ્મ છે તેમાં લખનૌ સેન્ટ્‌લનો સમાવેશ થાય છે. નિખિલ અડવાની આ ફિલ્મ બનાવી રહ્યા છે. તે નિર્દેશક તરીકે પણ કામ કરવાની યોજના ધરાવે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ડાયનાએ કહ્યુ હતુ કે તે હાલમાં આવી કોઇ યોજના ધરાવતી નથી. નિર્દેશન અંગે તો તે ક્યારેય વિચારતી પણ નથી હાલમાં તો તે માત્ર એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી રહી છે. તેની પાસે સારી ફિલ્મો નથી પરંતુ તે બોલિવુડમાં ટકી રહેવા માટે તૈયાર છ. પોતાના ફેશન લેબલ અંગે હાલમાં ડાયનાએ વાત કરી છે પરંતુ તે ક્યારે લોંચ કરવામાં આવશે તે અંગે કોઇ વાત કરી નથી.

Related posts

सुशांत केस: बिहार सरकार की CBI जांच की सिफारिश केंद्र सरकार ने दी मंजूरी

editor

रेप के मामलों पर फांसी काफी नहीं : जावेद अख्तर

aapnugujarat

પ્રિયંકા ચોપડાની હોલિવુડ ફિલ્મ એકિડ લાઇફ ૮મી જુને રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

URL