Aapnu Gujarat
મનોરંજન

નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી

નેહા શર્મા બોલિવુડમાં ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે.નેહા પાસે હાલમાં કોઇ સારા પ્રોજેક્ટ રહ્યા નથી. તે હાલમાં અનિલ કપુર, અર્જૂન કપુર, ઇલિયાના અને અથિયા શેટ્ટી અભિનિતિ ફિલ્મ મુબારકામાં નજરે પડનાર છે. તેની આ ફિલ્મમાં નાની ભૂમિકા છે. જો કે તે ભારે આશાવાદી છે. આ ફિલ્મ ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પ્રથમ હિન્દી ફિલ્મ ક્રુક ૨૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે યમલા પગલા દિવાનામાં નજરે પડી હતી. તે જુદા જુદા બિઝનેસમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ક્લોથિંગ લેબલની પણ તે શરૂઆત કરી ચુકી છે. વર્ષ ૨૦૧૦માં તે સૌથી ઝડપી આગેકુચ કરનાર લોકોની યાદીમાં સ્થાન મેળવી ગઇ હતી. ઇમરાન હાશ્મી સાથે ક્રુક ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી નેહા શર્માએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી. વર્ષ ૨૦૦૭માં તે તમિળ ફિલ્મમાં સૌથી પહેલા નજરે પડી હતી. ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૂળરીતે બિહારની નિવાસી નેહા શર્મા આડેધડ કોઇ ફિલ્મો કરવા માંગતી નથી. ભાગલપુરમાં માઉન્ટ કાર્મેલ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તે નવી દિલ્હીમાં નિફ્ટમાં ફેશન ડિઝાન કોર્સ મારફતે આગળ વધી છે. તેરી મેરી કહાની ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે નજરે પડી હતી. એકતા કપુરની ક્યાં સુપર કુલ હે હમમાં તે નજેર પડી હતી. નેહા શર્માએ કહ્યુ છે કે તે સુપરમોડલ કેટ મોસને તેની ફેવરીટ ગણે છે. તેની સ્ટાઇલથી તે ભારે પ્રભાવિત રહી છે.

Related posts

પહેલા મોડલિંગ શૂટ માટે ઐશ્વર્યાને મળ્યા હતા ૧૫૦૦

aapnugujarat

મુન્ના માઇકલ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો

aapnugujarat

अमिताभ बच्चन को दादा साहब फालके अवॉर्ड मिलने पर सचिन ने दी बधाई

aapnugujarat

Leave a Comment

URL