Aapnu Gujarat
મનોરંજન

૮ વર્ષમાં પ્રથમ વાર સિંગલ હોવાનો કૃતિ ખરબંદાએ કરેલો દાવો

વર્ષ ૨૦૧૬માં હોરર ફિલ્મ રાઝ રીબુટ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ કૃતિ ખરબંદા હાલમાં સૌથી સફળ અભિનેત્રી પૈકી એક તરીકે સાબિત થઇ રહી છે. તે માત્ર હિન્દી જ નહીં બલ્કે તમિળ અને કન્નડ ફિલ્મો પણ કરી રહી છે. તેની પાસે હાલમાં ત્રણ કન્નડ ફિલ્મ છે અને હિન્દી ફિલ્મો પણ છે. તે યમલા પગલા દિવાના-૩ ફિલ્મમાં તમામ દેઓલ પરિવારના સભ્યો સાથે નજરે પડનાર છે. કૃતિ જુદી જુદી રીતે સતત ચર્ચામાં રહી છે. જો કે તેની પાસે શાનદાર અને મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે. હવે તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં આવી ગઇ છે. તેનુ કહેવુ છે કે નવ વર્ષમાં પ્રથમ વખત તે હાલમાં સિંગલ છે. તેની કેરિયરને લઇને તે હવે આશાવાદી પણ બનેલી છે. આ વર્ષે પણ તે કેટલીક ફિલ્મોમાં નજરે પડનાર છે. દેઓલ પરિવારને આવરી લેતી યમલા પગલા દિવાના-૩ ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. યમલા પગલા દિવાના-૩ની અગાઉની સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ કૃતિની કેરિયરમાં તેજી લાવી શકે છે. તેની કોઇ ફિલ્મ હજુ સુધી સુપર હિટ સાબિત થઇ નથી. તેનુ કહેવુ છે કે હવે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. ૨૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે તે હિન્દી ભાષા ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૫માં તે સૌથી પસંદગીની યુવતિ તરીકે ઉભરી આવી હતી.તેની પાસે ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દિવાના-૩ ફિલ્મ પણ છે. આ મોટા બજેટવાળી ફિલ્મમાં સની દેઓલ , બોબી દેઓલ પણ ખાસ નજરે પડનાર છે. ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. કૃતિ આગામી દિવસોમાં મોટા સ્ટાર સાથે પણ કામ કરવા માટે ઉત્સુક દેખાઇ રહી છે.

Related posts

रिया के पिता को ED का समन, भाई शोविक से CBI की पूछताछ

editor

એશ તેમજ અનિલ કપુર ફન્ને ખાનના શુટિંગમાં વ્યસ્ત થશે

aapnugujarat

કૃતિએ ત્રણ વર્ષમાં ચાર ફિલ્મોમાં ભૂમિકા અદા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1