Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વધતા વિદેશી દેવા ઉપર પાકિસ્તાનને મૂડીઝની ચેતવણી

ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અંદાજ લગાવ્યો છે કે, જૂન સુધી પાકિસ્તાનનું વિદેશી દેવું ૭૯ અબજ ડોલર એટલે કે ૫.૧૦ લાખ કરોડ સુધી પહોંચી જશે. જે પહેલાના અંદાજ કરતા ખુબ વધારે છે. મૂડીઝે પાકિસ્તાનને તેના વધતા વિદેશી દેવા પર ચેતવણી જારી કરીને આ મુજબના આંકડા આપ્યા છે. મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની સામે જે પડકારો રહેલા છ ેતેમાં સરકાર ઉપર વધતા જતાં દેવાની સ્થિતિ, નબળા ભૌતિક અને સામાજિક માળખા, નાજુક વિદેશી દેવાની ચુકવણીની સ્થિતિ અને ભારે રાજકીય ખતરાનો સમાવેશ થાય છે. આ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના અંત સુધી પાકિસ્તાનનું વિદેશી દેવું વધીને ૭૯ અબજ ડોલર સુધી પહેોચી જશે જેમાં પબ્લિક સેક્ટરની ૭૭.૭ અબડ ડોલરની હિસ્સેદારી રહેશે. પાકિસ્તાન પર વધતા જતાં દેવાનો આ અંદાજ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન દ્વારા જારી કરવામાંઆવેલા ડેટાના આધાર પર કરાયેલા પૂર્વ અંદાજ કરતા ખુબ વધારે છે. પાકિસ્તાનની સ્ટેટ બેંકે ડિસેમ્બર ૨૦૧૬ના અંત સુધી દેવાનો આંકડો ૭૪.૨ અબજ ડોલર પર રહેવાનો અંદાજ મુક્યો હતો જેમાં ૬૪.૫ અબજ ડોલરના બહારના દેવાનો સમાવેશ થાય છે. મૂડીઝે આ પહેલા વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાન પર બહારી દેવી ૬૪.૪ અબજ ડોલર રહેવાનો અંદાજ મુક્યો હતો. નવા અંદાજ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો પાકિસ્તાનનો બહારનો દેવાનો આંકડો છેલ્લા ચાર વર્ષના ગાળામાં ૧૪.૬ અબજ ડોલર વધી ગયો છે. મૂડીઝે પાકિસ્તાનની લોન લેવાની ક્ષમતાને નેગેટિવ રાખીને ખુબ ઓછી શ્રેણીમાં તેની રજૂઆત કરી છે જેના કારણે લોન લેવાની ક્ષમતામાં અડચણોની સાથે સાથે લોન માટે બોજમાં વધારો થયો છે.

Related posts

धारा 370 खत्म करने पर रूस ने किया भारत का समर्थन

aapnugujarat

इंडोनेशिया में कोरोना से अब तक 100 डॉक्टरों की हुई मौत

editor

૧૮૮ દેશોમાં પહોંચ્યો કોરોના

editor

Leave a Comment

URL