Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલ અને અન્યો સામે કપિલ મિશ્રાએ ફરિયાદ દાખલ કરી

એએપીની અંદર ચાલી રહેલી ખેંચતાણ તીવ્ર બની હતી. કારણ કે હકાલપટ્ટી કરવામાં આવેલા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓની સામે ફરિયાદના ત્રણ સેટ સીબીઆઈને સોંપી દીધા હતા. સીબીઆઈ સમક્ષ કેજરીવાલ સામે કપિલ મિશ્રાએ ફરિયાદ દાખલ કરી દીધી હતી. મિશ્રાએ કહ્યું હતું કે, ત્રણ ફરિયાદો તેઓ નોંધાવી ચુક્યા છે જૈ પૈકીની પ્રથમ ફરિયાદ અરવિંદ કેજરીવાલના સંબંધીની ૫૦ કરોડની જમીન સોદાબાજી સાથે સંબંધિત છે જ્યારે બીજી ફરિયાદ કેજરીવાલ અને સત્યેંન્દ્ર જૈન વચ્ચે બે કરોડ રૂપિયાની લેવડદેવડની સામે છે જ્યારે ત્રીજી ફરિયાદ વિદેશી પ્રવાસ માટે ફંડનો દુરુપયોગ કરનાર એએપીના પાંચ નેતાઓ સામે છે. સીબીઆઈના અધિકારીઓને મળ્યા બાદ કપિલ મિશ્રાએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એએપીના નેતાઓએ તેમના વિદેશ પ્રવાસના સંદર્ભમાં વિગતો જાહેર કરવી જોઇએ. ભુખ હડતાળ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. અગાઉ મિશ્રાના આક્ષેપોનો જવાબ આપતા કેજરીવાલે દેશને હચમચાવી મુકનાર મુદ્દામાં કાવતરાનો ખુલાસો કરવાની વાત કરી હતી. આ ખેંચતાણનો દોર હજુ જારી રહે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના નેતાઓની વિદેશ યાત્રાના મુદ્દે પણ મિશ્રાએ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એએપીના પાંચ નેતાઓએ એટલી વિદેશ યાત્રા કરી છે કે, દેશના લોકો વિશ્વાસ કરી શકે નહીં. કપિલ એક કવર લઇને સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, તેમની પાસે સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલ વચ્ચે થયેલી ડીલ અને આમ આદમી પાર્ટીના નેતાઓની વિદેશ યાત્રા અંગે માહિતી છે.

Related posts

बदमाशों ने द्रमुक की पूर्व मेयर, पति समेत तीन लोगों की कर दी हत्या

aapnugujarat

દરેક આંસુના હિસાબ લેવાશે : મોદીની ખાતરી

aapnugujarat

ડ્રાફ્ટ ટેલિકોમ પોલિસીમાં ૪૦ લાખ નવા જોબનો હેતુ

aapnugujarat

Leave a Comment

URL