Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૧ માર્ચે યોજાશે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી, ૧૪ માર્ચે પરિણામ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાના કારણે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગોરખપુર અને ફૂલપુરમાં ૧૧ માર્ચના મતદાન યોજાશે અને ૧૪ માર્ચના મતગણતરી કરવામાં આવશે.યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી અને કેશવ પ્રસાદ મૌર્યના ઉપ મુખ્યમંત્રી બન્યા બાદ તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી થઈ હતી.
બંને ખાલી બેઠકો પર ૧૬ માર્ચ સુધીમાં મતદાન કરાવવાનું હતું. ચૂંટણી પંચે શુક્રવારે પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતા કહ્યું પેટાચૂંટણીમાં નામાંકન માટે છેલ્લી તારીખ ૨૦ ફેબ્રુઆરી છે. ૨૩ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનુ નામ પાછુ ખેંચી શકે છે. ચૂંટણી પંચે કહ્યું ગોરખપુર અને ફૂલપુર સહિત બિહારની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી ઈવીએમથી થશે અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

Related posts

કાશ્મીરમાં ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય છે : ૬૫ ટકા સ્થાનિક

aapnugujarat

દેશમાં કોવિડ – ૧૯નાં ૪૩,૦૭૧ નવા કોરોનાના કેસ, ૯૫૫ ના મોત

editor

હવે વારાણસીની પણ યુરોપની જેમ સુરક્ષા ગોઠવવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1