Aapnu Gujarat
રાષ્ટ્રીય

આક્ષેપો પુરવાર થશે તો રાજીનામાની માંગ કરાશે : અણ્ણા

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ આજે કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે આરોપો સાબિત થશે તો તેઓ તેમના રાજીનામાની માંગણીને લઇને ધરણા ઉપર બેસશે. અણ્ણાએ અલબત્ત એમ પણ કહ્યું હતું કે, દિલ્હીના પૂર્વમંત્રી કપિલ મિશ્રાએ કેજરીવાલ સામે આ પ્રકારના આક્ષેપ પ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યા બાદ લગાવ્યા છે. ભ્રષ્ટાચારની સામે જંગ છેડનાર અણ્ણાએ કહ્યું હતું કે, પૂર્વ પ્રધાને કેજરીવાલની સામે જે કંઇપણ કહ્યું છે તે પ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યા બાદ કહ્યું છે. જ્યારે રૂપિયાની લેવડદેવડ થઇ ત્યારે તેઓ પ્રધાન તરીકે હતા. તે ગાળામાં અધિકારીઓને માહિતી કેમ આપી ન હતી. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં પોતાના આવાસ પર હઝારએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે, આ મામલામાં સંપૂર્ણ તપાસ થવી જોઇએ. કેજરીવાલ દોષિત જાહેર થશે તો તેઓ પોતે જંતરમંતર પર ધરણા કરશે અને રાજીનામાની માંગ કરશે. આ અગાઉ અણ્ણાએ કહ્યું હતું કે, તેમને કેજરીવાલ પર મુકવામાં આવેલા આક્ષેપોને લઇને દુખ થયું છે.

Related posts

पाकिस्तान अधिकृत कश्मीर को वापस लेना अगला लक्ष्य : केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह

aapnugujarat

मोदी सरकार के दूसरे कार्यकाल के 100 दिन 7 सितंबर को होंगे पुरे

aapnugujarat

દાર્જીલિંગમાં સ્થિતિ વણસી : દેખાવો હજુ જારી

aapnugujarat

Leave a Comment

URL