Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ઈવીએમ સાથે ચેડા શક્ય : દિલ્હી વિધાનસભા ગૃહમાં ડેમો રજૂ થયો

કપિલ મિશ્રા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મુકવામાં આવ્યાના એક દિવસ બાદ દિલ્હી વિધાનસભાની એક દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન ઈવીએમ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરવ ભારદ્વાજે દાવો કર્યો હતો કે, ઇવીએમ સાથે ચેડા થઇ શકે છે. ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરવ ભારદ્વાજે કહ્યું છે કે, ઇવીએમ સાથે ચેડા થઇ શકે છે. ઇવીએમ ટેમ્પરિંગના ડેમો પણ આપવામાં આવ્યા હતા. ભારદ્વાજે કહ્યું હતું કે, ઇવીએમમાં કોડ બદલીને કોઇપણ ઉમેદવારની તરફેણમાં વધારે મત આપી શકાય છે. બીજી બાજુ ચૂંટણી પંચના પૂર્વ સલાહકાર કેજે રાવે કહ્યું હતું કે, આ કયા ઇવીએમ છે. આ ઇવીએમ ચોરી કરીને લાવવામાં આવ્યા છે કે કેમ. ભારદ્વાજે કહ્યું હતું કે, તેમના જેવા એન્જિનિયર પણ ઇવીએમથી કોઇને પણ મત આપી શકે છે. દિલ્હી વિધાનસભામાં સૌરવ ભારદ્વાજે ઇવીએમ ટેમ્પરિંગ પર ડેમો આપ્યા હતા. ગૃહમાં આજે ભારે ધાંધલ ધમાલ પણ થઇ હતી. ગૃહની બહાર સત્યેંદ્ર જૈને કહ્યું હતું કે, કપિલ મિશ્રા ખોટા નિવેદન કરી રહ્યા છે. તેમને મંત્રીપદેથી દૂર કરવામાં આવ્યા બાદ આઘાતમાં છે. પાંચમી મેના દિવસે તેઓ કેજરીવાલના ઘરે ગયા જ ન હતા. મીડિયા આ મામલામાં બિનજરૂરી મુદ્દા ઉઠાવે છે જે યોગ્ય નથી. આ અગાઉ આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા એક મોટા ષડયંત્રની વાસ્તવિકતા આજે વિધાનસભામાં સૌરવ ભારદ્વાજ દ્વારા રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીમાં રાજકીય ધમસાણ વચ્ચે દિલ્હી સરકારે વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવ્યું હતું. કેજરીવાલ અને સત્યેંદ્ર જૈન ઉપર કપિલ મિશ્રાના આક્ષેપ બાદ આને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું હતું. જો કે, આમ આદમી પાર્ટીએ ગુંલાટ મારી દીધી છે. કપિલ મિશ્રા તરફથી કેજરીવાલ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ દિલ્હીના વિધાનસભા સત્રમાં તમામની નજર કેજરીવાલ પર હતી અને એમ માનવામાં આવી રહ્યું હતું કે, કેજરીવાલ પોતાના પર મુકવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ આપશે પરંતુ આમ આદમી પાર્ટીએ અહીં ઇવીએમ સાથે ચેડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટી તરફથી ચર્ચાની શરૂઆત અલકા લાંબાએ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે જે પ્રદેશમાં ફ્રીઝમાં બીફ રાખવાના શકમાં હત્યા થઇ જાય છે ત્યાં ઇવીએમ ઉપર શંકા કરી શકાય નહીં. અલકાના કહેવા મુજબ ઇવીએમ ટેમ્પરિંગના મામલામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્રણ વખત દિલ્હી ચૂંટણી પંચ પાસેથી માહિતી માંગી હતી પરંતુ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. અલકાએ આક્ષેપ કર્યો હતો કે, દિલ્હી નગર નિગમની ચૂંટણી જનરેશન થ્રીના મશીનો હોવા છતાં જનરેશન વનના મશીનો મારફતે યોજવામાં આવી હતી. ચૂંટણી પંચે પુરતા પ્રમાણમાં ઈવીએમ હોવા છતાં રાજસ્થાનથી ઇવીએમ મંગાવ્યા હતા. અલકાએ આક્ષેપ કર્યો હતો કે, ઇવીએમની નજરમાં મુકવામાં આવેલા સીસીટીવી મશીનોને નુકસાન કરીને ઇવીએમ સાથે ચેડા કરીને ઉમેદવારોને દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ સૌરવ ભારદ્વાજ ઇવીએમ જેવી મશીન લઇને ગૃહમાં પહોંચ્યા હતા.

Related posts

गिर सकती कुमारस्वामी की सरकार ? : रिपोर्ट

aapnugujarat

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલેથી બેંગ્લોરમાં ટેસ્ટ મેચ

aapnugujarat

I won’t fight election to lead the Union Territory assembly which is such a disempowered assembly : Omar Abdullah

editor

Leave a Comment

URL