Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ સ્થાનિકોની સંખ્યા સતત વધી : રિપોર્ટ

જમ્મુ કાશ્મીરમાં ખીણમાં તાજેતરમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં સ્થાનિકો સામે રોકડ કટોકટી ઉભી થઇ ગઇ છે. સ્થાનિક ત્રાસવાદીઓ પાસે પુરતા પ્રમાણમાં રોકડ રકમ નથી જેથી તેમની સામે શ્રેણીબદ્ધ સમસ્યા આવી રહી છે. સાથે સાથે તેમની પાસે પુરતા પ્રમાણમાં હથિયારો પણ નથી. આવી સ્થિતીમાં નવા નવા પડકારો સર્જાઇ રહ્યા છે. હાલમાં જ આંકડાને લઇને કરવામાં આવેલા મુલ્યાંકનમાં જાણવા મળ્યુ છે કે ગયા વર્ષે આઠમી નવેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદથી ખીણમાં બેંક લુંટની ૧૩ ઘટના બની ચુકી છે. સાથે સાથે આવા નવ પ્રયાસો કરવામાં આવ્યા છે. મોટા ભાગના કેસમાં જમ્મુ કાશ્મીર બેંકને ટાર્ગેટ બનાવીને લુંટના પ્રયાસ થયા છે. ખીણમાં જમ્મુ કાશ્મીર બેંક સૌથી વધારે સંખ્યામાં શાખા નેટવર્ક ધરાવે છે. ૨૧મી નવેમ્બર ૨૦૦૧૬ અને ત્રીજી મે ૨૦૧૭ વચ્ચેના ગાળામાં બેંકોમાંથી લુંટની ઘટના કરીને ૯૦.૮૭ લાખની લુંટ કરવામાં આવી છે. એસબીઆઇ, એક્સીસ બેંક અને અન્ય બેંકોમાં લુંટ કરવામાં આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઠમી ડિસેમ્બર ૨૦૧૬ અને પહેલી મે ૨૦૧૭ વચ્ચેના ગાળામાં જમ્મુ કાશ્મીર બેંક શાખાને ટાર્ગેટ બનાવીમને સાત વખત લુંટના પ્રયાસ કરાયા છે. શોપિયનમાં એસબીઆઇ બેંકમાં પણ લુટ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ સંસ્થામાં રહેલા સુત્રોએ કહ્યુ છે કે ખીણમાં રોકડ અને નાણાં તેમજ હથિયારો આંચકી લેવાના બનાવો વધ્યા છે. હાલના અંદાજમાં દાવો કરવામાં આવ્યો છે કે ખીણમાં સક્રિય રહેલા કુલ ત્રાસવાદીઓ પૈકી ૮૦ ટકા સ્થાનિક ત્રાસવાદીઓ છે. સરહદ પરાથી આતંકવાદી ગતિવિધિ માટે હથિયારો અને નાણા મોકલવામાં આવી રહ્યા છે. મની લોન્ડરિંગ મારફતે આ નાણા મોકલવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા નાણા પૈકી મોટાભાગના નાણા ત્રાસવાદી કેમ્પ, હથિયારો અને સાયબર પ્રચારમાં જાય છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસમાં સુત્રોએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનથી રોકડમાં હથિયારો અને ત્રાસવાદી ફંડ મોકલવાના પ્રયાસ સતત સક્રિય રહ્યા છે પરંતુ આ પ્રયાસોને સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ પણ બનાવવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે સ્થાનિક ત્રાસવાદીઓમાં રોકડની કટોકટી સર્જાઈ ગઇ છે. થોડાક સમય પહેલા જ અલગતાવાદીઓ અને ત્રાસવાદીઓને ફંડ ટ્રાન્સફર કરનાર અને ફંડ એકત્રિત કરનાર વચ્ચેની ભૂમિકા ભજવનાર નાશીર સાફી મીરના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

Related posts

84 कत्लेआम : सुप्रीम कोर्ट ने 33 दोषियों को दी बड़ी राहत

aapnugujarat

PMNCH Delegation calls on the Prime Minister and present the logo for the 2018 Partners’ Forum

aapnugujarat

INS શિવાજીના 12 નવા નૌસેના તાલીમાર્થીઓ કોરોનાની ઝપેટ માં

editor

Leave a Comment

URL