Aapnu Gujarat
રમતગમત

વિકેટ પાછળ ૪૦૦ શિકાર ઝડપનાર ધોની ભારતનો પ્રથમ વિકેટકીપર

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્‌સમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કેપટાઉનમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ધોનીએ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડિન માર્કરમને પેવેલિયન ભેગો કરી નવા રેકોર્ડની સ્થાપના કરી છે. આમેય ધોનીનો સમાવેશ વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાં થાય છે અને તેના વિકેટકીપિંગની ભારે પ્રશસા પણ થાય છે. વિકેટ પાછળ ૪૦૦ શિકાર ઝડપનાર ધોની ભારતના પ્રથમ વિકેટકીપર બન્યા છે. ૪૦૦ની કલબમાં સામેલ થનારા મહેન્દ્રસિંહ ધોની ચોથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. ધોની ઉપરાંત શ્રી લંકાના કુમાર સંગાકારાએ ૪૮૨, ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે ૪૭૨ અને દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરે ૪૨૪ શિકાર ઝડપ્યા છે. ધોની પછી બીજા સફળ વિકેટકીપર નયન મોંગિયાએ ૧૫૪ શિકાર ઝડપ્યા છે.ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ધોનીએ ૭૭૦ સ્ટમ્પિંગ અને કેચ કર્યા છે. આ સાથે તેઓ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ધોની ઉપરાંત શ્રીલંકાના કુમાર સંગાકારાએ (૪૮૨ સ્ટમ્પિંગ અને કેચ) પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ ૪૭૨ શિકાર સાથે બીજા ક્રમે છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર ૪૨૪ શિકાર સાથે ત્રીજા ક્રમે છે.

Related posts

पाकिस्तान की पहली पारी 239 रन पर सिमटी

editor

Olympic Test Tournament: India reach final by defeating Japan by 6.3

aapnugujarat

જોહાન બોથાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1