Aapnu Gujarat
મનોરંજન

રાની મુખર્જીની લાંબા ગાળા બાદ હિચકીની સાથે વાપસી

રાની મુખર્જી લાંબા ગાળા બાદ બોલિવુડની ફિલ્મમાં ફરી એકવાર વાપસી કરવા જઇ રહી છે. પુત્રી આદિરાના જન્મ બાદ તે લાંબા સમય પછી વાપસી કરવા જઇ રહી છે. રાની ફરી ફિલ્મી એક્ટિંગ કરશે કે કેમ તેને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે જાણવા મળ્યુ છે કે રાની પણ અન્ય વિતેલા વર્ષોની અભિનેત્રીની જેમ બીજી ઇનિગ્સ રમવા માટે તૈયાર છે. યશરાજની ફિલ્મ મારફતે તે ફરી એન્ટ્રી કરનાર છે. ફિલ્મનુ નામ હાલમાં તો હિચક રાખવામાં આવ્યુ છે. જો કે ફિલ્મના નામને મોડેથી બદલી શકાય છે. યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનનાર આ ફિલ્મનુ નિર્દેશન સિદ્ધાર્થ પી મલહોત્રા કરશે. રાની મુખર્જીએ છેલ્લે મર્દાની નામની ફિલ્મમાં એક પોલીસ અધિકારીની શાનદાર ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ પુત્રીને સમય આપવાના હેતુથી રાની મુખર્જીએ થોડાક સમય માટે ફિલ્મમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. ૩૮ વર્ષીય મુખર્જીએ એક નિવેદન જારી કરીને કહ્યુ છે કે તે એક એવી ફિલ્મની પટકથાની શોધમાં હતી જે તેને વધારે સંતોષ આપી શકે છે. તેને રોમાંચિત કરી શકે તેવી પટકથાની જરૂર હતી. રાનીએ કહ્યુ છે કે દરેક વ્યક્તિ પોતાની નબળાઇને છુપાઇને રાખવા માટે હમેંશા પ્રયાસ કરે છે. સાથે સાથે પીછો છોડાવવા પ્રયાસ કરે છે.
ફિલ્મ હિચકી તેની કેરિયર માટે મોટી ફિલ્મ તરીકે છે. રાનીએ કહ્યુ છે કે અમારી નબળાઇ અમારા સપનાની સામે અડચણ બની શકે નહી. પોઝિટીવ સંદેશ આપવા માટે આ ફિલ્મનુ નામ હિચકી રાખવામાં આવ્યુ છે. અભિનેત્રી રાની મુખર્જી આગામી દિવસોમાં બીજી ફિલ્મ કરશે કે કેમ તે અંગે હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી.

Related posts

નવાજુદ્દીન વિશાલની કોમેડી ફિલ્મમાં ચમકશે

aapnugujarat

ऐक्शन फिल्मों के लिए जैकी चैन अवॉर्ड किसी ऑस्कर अवॉर्ड से कम नहीं है : विद्युत जामवाल

aapnugujarat

‘सड़क २’ में आलिया और आदित्य मुख्य भूमिका में दिखेंगे

aapnugujarat

Leave a Comment

URL