બોલિવુડમાં હાલમાં અર્જૂન કપુર અને મલાઇકા અરોરા વચ્ચે સંબંધોની ભારે ચર્ચા છે. ઘણા સમયથી તેમના સંબંધોની ચર્ચા છે. બન્ને જુદા જુદા કાર્યક્રમમાં સાથે પણ નજરે પડે છે. હાલમાં જ એક કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. બન્ને પોતાના સંબંધની કોઇ વાત સત્તાવાર રીતે જાહેર કરી રહ્યા નથી. આના કારણે અટકળોનો દોર જારી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે અર્જૂન કપુરના કારણે મલાઇકા અને અરબાજ ખાન વચ્ચેના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. જો કે આ સંબંધ તુટી જવાના મામલે અર્જૂન કપુર અને મલાઇકા કેટલીક વખત ખુલાસો કરી ચુક્યા છે. તાજેતરમાં જ મલાઇકા સુજૈન અને બિપાશા એક સાથે એક ઇવેન્ટ કાર્યક્રમના ભાગરૂપે પહોંચી હતી. ઇવેન્ટમાં મલાઇકાને અર્જૂન કપુર સાથે સંબંધને લઇને કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. મલાઇકાએ જવાબમાં કહ્યુ હતુ કે બિપાશા, સુઝેન અને તે પોતે શાનદાર અને એમેઝિગ મહિલા તરીકે છે. તમારે આ અંગે વાત કરવી જોઇએ. અંગત પ્રશ્નો કરવા જોઇએ નહી. મલાઇકાએ કહ્યુ હતુ કે અમે ત્રણેય મળીએ છીએ ત્યારે ખુબ મજા પડે છે. અર્જૂન કપુર પણ આ કાર્યક્રમમાં પહોંચ્યો હતો. તે હાલમાં પોતાની હાફગર્લફ્રેન્ડ ફિલ્મને લઇને વ્યસ્ત છે.
તે પ્રમોશન માટે પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં મલાઇકાને પણ આમંત્રિત કરવામાં આવી હતી. બન્ને કાર્યક્રમ દરમિયાન ખુબ સાવધાન રહ્યા હતા. કોઇને સંબંધ અંગે વાત ખબર ન પડે તે રીતે વાતચીત કરતા પણ ખુબ ઓછા નજરે પડ્યા હતા. પોતાના સંબંધને લઇને બન્ને સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન બન્ને એક સાથે પણ બેઠા ન હતા. બન્ને દુર દુર બેઠા હતા. તેમની કાર જુદી જુદી જગ્યાએ હતી.