Aapnu Gujarat
મનોરંજન

ફિટનેસને લઇ ટાઇગર શ્રોફના ક્રેઝથી શિલ્પા પ્રભાવિત

શિલ્પા શેટ્ટી ટાઇગર શ્રોફની ફિટનેસને લઇને ગંભીરતાથી ખુબ પ્રભાવિત થઇ છે. શિલ્પા શેટ્ટીએ કહ્યુ છે કે તેનો પુત્ર ટાઇગર શ્રોફના મોટા ચાહક તરીકે છે. શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યુ છે કે ટાઇગરને મોટો થતા તે શરૂઆતથી જોઇ રહી હતી. તે એક અભિનેતા બન્યો ત્યારથી જ તે તેને સારી રીતે જાણે છે. ટાઇગર શ્રોફ એવા લોકોમાં સામેલ છે જે લોકોનુ તે સન્માન કરે છે. ફિટનેસ જંગલના તે એક સાચા ટાઇગર તરીકે છે. ૨૬ વર્ષીય ટાઇગર શ્રોફે ક્યારેય ડાઇટ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તે મને છે કે ફિટનેસ એક ટેવ તરીકે રહે તે જરૂરી છે. શિલ્પા શેટ્ટી પોતે ફિટનેસને લઇને હમેંશા સાવધાન રહે છે. તે ફિટનેસને લઇને કેટલાક ચાહકોમાં લોકપ્રિય પણ રહી છે. તેનુ કહેવુ છે કે ટાઇગર શ્રોફ પોતાની ફિટનેસને લઇને હમેંશા કાળજી રાખે છે. બોલિવુડમાં ફિલ્મં હિરોપતિ મારફતે ટાઇગરે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી શકી નથી પરંતુ તેની પાસે સતત સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં તે સુપરમેનની ફિલ્મમાં નજરે પડ્યો હતો. જો કે આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઇ હતી. તેની સાથે ફિલ્મમાં જેક્લીન હતી. તે હાલમાં કેટલીક મોટા બેનરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્રે બોલિવુડમાં હિરોપંતિ સાથે ધડાકા સાથે એન્ટ્રી કરી હતી. તેની પાસે અપેક્ષા પણ છે.

Related posts

મનીશ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે : રિપોર્ટ

aapnugujarat

‘पति पत्नी और वो’ मैं अलग हूं : भूमि

aapnugujarat

અર્જુનનાં હાથમાં મોટી ફિલ્મો આવી

aapnugujarat

Leave a Comment

URL