Aapnu Gujarat
રાષ્ટ્રીય

દહેરાદૂનમાં વિદ્યાર્થીનાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં ૧૧ પોલીસ જવાન નિર્દોષ છૂટ્યાં

દેહરાદૂનમાં થયેલા એમબીએના વિદ્યાર્થી રણબીરસિંહના બનાવટી એન્કાઉન્ટરના મામલામાં દિલ્હી હાઈકોર્ટે ૧૮ દોષિત પોલીસ જવાનોની અપીલ ઉપર આજે ચુકાદો આપી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે ૧૮ દોષિત પોલીસ જવાનોની અપીલ ઉપર પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એસ મુરલીધર અને આઈએસ મહેતાના નેતૃત્વમાં પીઠે પુરાવાના અભાવે ૧૧ પોલીસ જવાનોને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો જ્યારે સાત પોલીસ જવાનોને નિચલી કોર્ટથી મળેલી સજાને જાળવી રાખીને આદેશ કર્યો હતો. હકીકતમાં વર્ષ ૨૦૧૪માં તીસ હજારી કોર્ટે ૧૭ પોલીસ જવાનોને હત્યા, અપહરણ, પુરાવાને નષ્ટ કરવા અને અપરાધિક કાવતરા તેમજ ખોટા સરકારી રેકોર્ડ તૈયાર કરવાના મામલામાં દોષિત ઠેરવીને તેમને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ૧૮માં પોલીસ જવાનને દોષિતોને બચાવવા માટે પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં બે વર્ષની સજા ફટકારી હતી. તીસહજારી કોર્ટના ચુકાદા સામે ૧૮ પોલીસ જવાનોએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ ચુકાદાની સામે હવે પીડિત પક્ષ, સીબીઆઈ અને પોલીસ કર્મીઓના સુપ્રીમ કોર્ટમાં જવાની બાબત સ્પષ્ટ દેખાઈ રહી છે. ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન નિવાસી એમબીએના વિદ્યાર્થી રણબીરસિંહ પોતાના મિત્રની સાથે બીજી જુલાઈ ૨૦૦૯ના દિવસે ફરવા માટે ગયો હતો. ઇન્ટરવ્યુ માટે પણ ગયો હતો. ત્યાં પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં પકડી લીધો હતો. ત્રીજી જુલાઈ ૨૦૦૯ના દિવસે ઉત્તરાખંડ પોલીસે રણબીરને લુંટારા તરીકે ગણાવીને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હોવાનો દાવો કર્યો હતો.

Related posts

लद्दाख में तनाव और बढ़ा, चीन ने सैनिकों की संख्या में किया भारी इजाफा

editor

Maratha reservation valid, but should be reduced to 12-13% : Bombay HC

aapnugujarat

કરોડો ગ્રાહકોને ઝટકો, એટીએમના ઉપયોગ પર લાગશે વધુ ચાર્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1