Aapnu Gujarat
રમતગમત

યુજવેન્દ્રનો તરખાટ : આફ્રિકા પર ભારતની ૯ વિકેટે જીત

સેન્ચુરિયન વન-ડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. વિકેટની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સામે ભારતની આ સૌથી મોટી જીત હતી. ભારતે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. રબાડાએ રોહિત શર્માની એક માત્ર વિકેટ ઝડપી હતી. પ્રથમ વનડેમાં ૧૧૨ રન ફટકારનાર કોહલીએ શાનદાર ફોર્મ જાળવી રાખીને અણનમ ૪૬ રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા સામે સતત બે વનડે મેચો જીતીને ભારતીય ખેલાડીઓએ શાનદાર ફોર્મનો પરિચય આપી દીધો છે. શિખર ધવને આજે ૨૪મી અડધી સદી ફટકારી હતી. અગાઉ ડરબનના મેદાન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવીને છ વન ડે મેચોની શ્રેણીમાં ૧-૦ની મહત્વની લીડ મેળવી લીધી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૧૨ રન કર્યા હતા. વિરાટે વનડે કેરિયરની ૩૩મી સદી કરી હતી. રહાણેએ ભવ્ય ૭૯ રન કર્યા હતા. રહાણેની સતત પાંચમી અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા પર છ વિકેટે જીતી મેળવી હતી.
યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૬૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૪૫.૩ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. પ્રવાસી ટીમે આની સાથે જ ૧-૦ની લીડ મેળવી લીધી હતી. કોહલીએ આફ્રિકામાં પોતાની પ્રથમ વનડે સદી કરી હતી. કોહલીએ ૧૧૯ બોલમાં ૧૦ ચોગ્ગા ફટકાર્યા હત. તે પહેલા આફ્રિકા તરફથી કેપ્ટન ડુ પ્લેસીસે ૧૧૨ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૦ રન કર્યા હતા.હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં ભારતની આફ્રિકાની સામે હાર થઇ હતી. ભારતે વનડેમાં જોરદાર દેખાવ કર્યો હતો.

Related posts

નેપિયર વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર વિજય

aapnugujarat

દિલ્હીમાં ૧૬ વર્ષની નેશનલ કબડ્ડી પ્લેયર સાથે સ્ટેડિયમ અધિકારીએ કર્યો રેપ

aapnugujarat

टीम की डिफेंस लाइन में युवा और अनुभव का अच्छा संतुलन : इक्का

editor

Leave a Comment

UA-96247877-1