Aapnu Gujarat
Uncategorized

વેરાવળનાં અલગ-અલગ વિસ્તારોમાં ટ્રફિક સમસ્યા હલકરવા મુદ્દે નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ

લાંબા સમયની ફરિયાદો બાદ પ્રથમ વખત દબાણ પેશકદમી હટાવવાની સખત ઝુંબેશને વેરાવળ શહેરનાં સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર વાળી ગલી, ટાવર રોડ, બસ સ્ટેન્ડ રોડ વિગેરે વિસ્તારમાં સરકારી અધિકારીઓ ખડે પગે રહી ચલાવી રહ્યા છે ! શહેરીજનોનું કહેવું છે કે આજ રીતે તમામ વિસ્તારોમાં થઈ આ દબાણોને પેશકદમી દુર કરાય છે જે કોઈની મીઠી નજર કે રહેમ રાહે ફરી ન થાય તે જોવું રહ્યું !
શહેરમાં કોઈ સારાં બાહોશ અધિકારી આવે તેની સારી કામગીરીને શહેરવાસીઓએ બિરદાવી જોઈએ અને કોઈ રાજકીય દબાણ કરી આવા બાહોશ અધિકારીઓને હટાવવા પ્રયત્ન થાય તો શહેરના શ્રેષ્ઠીઓએ શહેરનું હિત ઈચ્છતાં શહેરીજનોએ સરકારમાં ઉપર સુધી રજુઆતો કરી રોકવા પુરા પ્રયત્નો કરવા જોઈએ!
શહેરમાં ખુબજ લાંબા સમય પછી પેશકદમને ગટર લાઈન પરનાં દબાણો હટાવવાની કામગીરી કરી કાયદાને ઘોળીને પી જનારાને કાયદો અને વ્યવસ્થાનું ભાન કરવી દબાણોને પેશકદમી હટાવવાની કામગીરી બાહોશ માનનીય ચીફ ઓફીસર મહેતા સાહેબ તથા માનનીય ડેપ્યુટી કલેકટર ઓમપ્રકાશ સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે જેમાં નગરપાલિકા અધિકારીઓ તેમજ સ્ટાફ, પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ PGVCLના આધિકારીઓ તેમજ સ્ટાફ તેમજ અન્ય સરકારી લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ અધિકારીઓને સાથે રાખી ખૂબ જ લાંબા સમય પછી આવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ખરેખર સરાહનીય છે !
વેરાવળનાં વેપારીઓ અને નાગરિકોને મિડિયાનાં લોકોએ આ યોગ્ય કાર્યવાહી બદલ ચીફ ઓફિસર મહેતા સાહેબ તથા ડેપ્યુટી કલેકટર ઓમપ્રકાશ સાહેબને અભિનંદન આપ્યા હતાં ! જે ગટરો પર લગભગ ૩૦ વર્ષથી ઓટલાઓ બાંધી દેવામાં આવેલ હતાં તે ગટરો હાલ ખુલ્લી કરી દેવામાં આવી છે ! સટ્ટાબજારમાં ગટરનાં પાણી રોડ ઉપર આવી દુકાનો સુધી પહોંચી જતા તેની ફરીયાદો વારંવાર ઉઠતી હતી પણ આનું મૂળ ગટરો પર મોટા મોટા ઓટલાઓ બાંધી દેવાથી નગરપાલિકા ના સફાઈ કામદારો તે ગટરો યોગ્ય રીતે સાફ કરી શકતા ન હતાં ! જે ગટરો ખુલ્લી થવાથી સાફ થતી હવે થશે જો તેની પર ફરી દબાણ ન કરવા દેવામાં આવે તો ? હવે આ જવાબદારી નગરપાલિકા અધિકારીઓની કહેવાય થોડા થોડા સમયે ચૅકિંગ કરી કોઈ પણ ભલામણ કે લાગવક વગર આને ખુલ્લી રખાવવાની માટે નિભાવી રહી !
કેટલાક લોકો આ દબાણ પેશકદમીના ઓટલાઓનું નાનાં ફેરિયાઓ પાસે ભાડુ પણ લેતા હતાં તેવું આ ડિમોલીશન બાદ લોક મુખે ચર્ચા રહ્યું છે ! રાહદારીઓ માટે ફુટપાથો છે જે ખરેખર રાહદારીઓ માટે રહે તે માટે પણ નગરપાલિકા સત્તાધીશો એ યોગ્ય પગલાં ભરવામાં જોઈએ ! જ્યારે આ દબાણો પેશકદમી હટાવવા ડિમોલીશનની કાર્યવાહી ચીફ ઓફિસર મહેતા સાહેબ તથા ડેપ્યુટી કલેકટર ઓમપ્રકાશ સાહેબે હાથ ધરી છે ત્યારે આ કાર્યમાં શહેરીજનો એ પણ પુરતો સાથ સહકાર આપવો જોઈએ ! આનાથી શહેરની સુંદરતામાં વધારો થશે ટ્રાફિક સમસ્યા હળવી બનશે ચાલીને નીકળીનાર દરેક રાહદારી ને એક્સિડન્ટ થવાનો ભય નહીં રહે આવા અનેકો અનેક ફાયદા થશે ! જેથી શહેરીજનો એ નીજી સ્વાર્થ રાખ્યા વગર આ સારી કામગીરીને હસ્તે મોઢે બિરદાવી જોઈએ ! ખાલી ખાલી વાતો કરી એ સુશાસન ન આવી શકે ! સરકારને તેમના અધિકારીઓ દ્વારા થતી સારી ને શહેરનાં હિતની કામગીરી ઓને વધાવી લઈ અભિનંદન પાઠવવા જોઈએ !
દબાણ પેશકદમી હટવી લીધા પછી પાછી ધીરે ધીરે થવા ન મંડે તે માટે તમામ સરકારી લાગતા વળગતા ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓએ જોતું રહેવું જોઈએ ! ફરી કોઈ કરવા કોશિષ કરે તો કડક ને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ ! અને તે તેમની જવાબદારી પણ બને છે ! જ્યારે આ દબાણ, પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરી છે તો વેરાવળ પાટણ સોમનાથનાં તમામે તમામ વિસ્તારોમાં કરવામાં આવે અને સરકારી જગ્યાઓ પર ના તમામ દબાણોને પેશકદમી હટાવવામાં તે જોવું રહ્યું ! તમામ ગલી ખાંચા-ખુચીનાં દબાણોને પેશકદમી હટે ને રોડ રસ્તા ને ફુટપાથો ખુલ્લા થાય તોજ ટાઉન પ્લાન્િંનિનો કાયદાનો સાચા અર્થ યોગ્ય કહેવાશે ! ને સરકાર આવા જેતે ખાતા પર કરતી ખર્ચનો સદ્‌ઉપયોગ થશે ને જનતા ને પણ કાયદા નો ડર રહેશે!
હજુ આ કાર્યવાહીમાં કોઈ છટકી ન શકે તે માટે ટીપી અધિકારી એ દરેકને એકવાર નોટીસ આપી ટાઉન પ્લાનિંગ મુજબ શહેરના રોડ રસ્તાને ગટરો પરના દબાણોને પેશકદમી દુર કરવા પોતાની ફરજના ભાગરૂપે આ ડીમોલેશનની કાર્યવાહીને પુર્ણ કરવી જોઈએ
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

મુખ્યમંત્રી સહાય યોજના અને પાક વીમા મુદ્દે આંદોલન ધ્રોલ મામલતદારને આવેદનપત્ર સોંપાયું

editor

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

editor

ઉનાકાંડ કેસ : ૧૧ દોષિતોને જીવે ત્યાં સુધી આજીવન કેદ : દલિત સમાજમાં ન્યાય મળ્યાંની લાગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1