Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં પણ હવે ભાજપની સ્થિતિ વધુ મજબુત થઈ રહી છે : અહેવાલ

ઉત્તર ભારતની બિલકુલ વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ક્યારેય પણ ભાજપની સ્થિતિ એટલી મજબૂત રહી નથી પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. હવે ઉત્તર ભારત અને બંગાળની વચ્ચે અંતર ઘટી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ કેસરીયો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. બંગાળના ઘણા ભાગોમાં રામનવમી અને હનુમાન જયંતિની ધૂમ ધામથી ઉજવણી થવા લાગી ગઈ છે. આના કારણે લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે. આ તહેવારોની ઉજવણી બદલાઈ રહેલા સામાજિક અને રાજકીય સમિકરણો તરફ ઈશારો કરે છે. રેલીમાં બોલવા માટે એક વખતે હિન્દુ લોકોની ઓળખ કરવી પડતી હતી પરંતુ હવે હિન્દુ લીડરો મોટાપાયે જોવા મળે છે. ટીએમસીથી નારાજ લોકો ભાજપ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ હવે બંગાળમાં પણ ભગવા લહેર જોવા મળી શકે છે. દેશભક્તિ અને સેક્યુલરીઝમનો મતલબ મુસ્લિમ લોકોને ખુશ કરવા સાથે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ રામ મંદિર નિર્માણ માટે કોલકાતામાં વિહિપની રેલી કટ્ટર હિન્દુત્વની ભાવના તરફ ઈશારો કરતી હતી. વર્ષ ૨૦૧૬માં કૂચબિહાર લોકસભાની ચૂંટણી માટે યોજાયેલી પેટાચૂંટણીમાં અલગ જ પ્રવાહ જોવા મળ્યો હતો. ડાબેરીઓ પોતાની તરફ મતદારોને ખેંચવામાં નિષ્ફળ રહ્યા હતા. યુવા લોકોને પ્રભાવિત કરવામાં ડાબેરીઓની નીતિ ફ્લોપ સાબિત થઈ રહી છે. જેના કારણે ભાજપની તાકાતમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેદ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. મોદી માટે તમામ લોકોના વિકાસની યોજનાઓ રહેલી છે તેમ યુવાન લોકો માની રહ્યા છે. આવનાર સમયમાં બંગાળમાં ભાજપ વધુ મજબૂતી સાથે ઉભરી આવી તેવી શક્યતા છે. ભાજપના ટોચના નેતાઓ બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. દલિતો ઉપર પણ નજર કેન્દ્રિત કરાઈ છે. ભાજપ પ્રમુખ અમિત શાહે હાલમાં જ બંગાળના પ્રવાસ દરમિયાન દલિત પરિવારો સાથે વાતચીત કરી હતી. મુસ્લિમો ઉપર પણ ભાજપની નજર રહેલી છે.

Related posts

૨૦૦ની નોટ એટીએમમાં ત્રણ મહિના બાદ ઉપલબ્ધ બનશે

aapnugujarat

રાહુલના વિમાનમાં ખરાબી બાદ તપાસની કોંગીની માંગ

aapnugujarat

આંધ્રમાં ભાજપની જવાબદારી કન્ના લક્ષ્મીનારાયણને સોંપાઈ

aapnugujarat

Leave a Comment

URL