Aapnu Gujarat
રાષ્ટ્રીય

નકસલવાદી ગ્રસ્ત રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે મિટીંગ

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે સંપૂર્ણ તાકાત સાથે નકસલવાદને કાબુમાં લેવામાં દેશ સફળ રહેશે. નવી વ્યૂહરચના નકસલવાદને કાબુમાં લેવા માટે અમલી કરવામાં આવનાર છે. ૧૦ નકસલવાદી ગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા રાજનાથસિંહે કહ્યું હતું કે નકસલવાદની સમસ્યાને સિલ્વર બુલેટથી ઉકેલી શકાય તેમ નથી. અથવા તો કોઈ શોર્ટ કટથી પણ આ સમસ્યાને ઉકેલી શકાય નહીં. લાંબા ગાળાની વ્યૂહરચના આના માટે અપનાવવી પડશે. આ બેઠકમાં નકસલવાદીગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, નકસલવાદીગ્રસ્ત ૩૫ જિલ્લાઓના પોલીસ વડાઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે નકસલવાદ સામે લડવાનો મુખ્ય હથિયાર તેમના નાણાંકીય પ્રવાહને રોકવા માટેનો છે. જો તેમના નાણાકીય પ્રવાહને રોકી શકાશે તો સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવશે. છેલ્લા ૨૦ વર્ષના ગાળામાં માઓવાદી હિંસાના પરિણામ સ્વરૂપે ૧૨૦૦૦ લોકોના મોત થઈ ચુક્યા છે.
માઓવાદની સમસ્યાના કારણે તમામ વિકાસની ગતિવિધિ પર અસર થઈ છે. બંદૂકની અણીએ લોકશાહીનું ગળુ દબાવવાના પ્રયાસ થયા છે. તમામ રાજ્યો અસરકારક રીતે માઓવાદની સમસ્યાને રોકવાની દિશામાં આગળ વધે તે જરૂરી છે. રાજનાથસિંહે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે સુરક્ષા દળોના નિવાસી કેમ્પ સંપૂર્ણ સુવિધા સાથે ગોઠવવામાં આવે તે પણ જરૂરી છે જેમાં વીજળી, પાણીની સુવિધા અને વધુ સારી કનેક્ટીવીટી હોવી જોઈએ. ગ્રાઉન્ડ સ્તર પર ફોર્સમાં લીડરશીપનો અભાવ હોવો જોઈએ નહીં. તરત જ કાર્યવાહી પણ ખૂબ જરૂરી બની ગઈ છે. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે બે સપ્તાહ પહેલા જ છત્તીસગઢમાં માઓવાદીઓએ ભીષણ છુપો હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ૨૫ જવાનો શહીદ થયા હતા. આ બેઠકનું નેતૃત્વ રાજનાથસિંહે કર્યું હતું. જેમાં નકસલી રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં આક્રમક રણનીતિ અપનાવવામાં આવે તેમ માનવામાં આવે છે.

Related posts

મેહુલ ચોકસી અમેરિકાથી ફરાર

aapnugujarat

નીતિશમાં અંતરાત્મા નથી, હવે મોદી આત્મા છે : તેજસ્વી

aapnugujarat

तासीर की भारतीय नागरिकता रद्द

aapnugujarat

Leave a Comment

URL